પરિણીતી-રાઘવની સગાઈની પહેલી તસવીર, જાણો- સગાઈ સેરેમનીમાં કોણ-કોણ રહ્યું હાજર ?
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાએ આખરે સગાઈ કરી લીધી છે. આ કપલે સગાઈ કરીને પોતાના સંબંધોને નવું નામ આપ્યું છે. સૂત્રોનું માનીએ તો સગાઈના દિવસે પણ રાઘવ ચઢ્ઢા ફોન દ્વારા જલંધર લોકસભા પેટાચૂંટણીની ક્ષણ-ક્ષણ અપડેટ લેતા રહ્યા. કાર્યક્રમની વ્યસ્તતા છતાં પરિણામ આવે ત્યાં સુધી તેમણે પેટાચૂંટણીના વલણો પર નજર રાખી હતી.
View this post on Instagram
સગાઈ પહેલા સુધી લોકોની નજર રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા પર ટકેલી હતી. બંને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા અને ક્યારેક IPA મેચ જોતા હતા, ત્યારબાદ એવી અટકળો વહેતી થઈ હતી કે પરિણીતી અને રાઘવ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
સગાઈ સેરેમનીમાં આ મહેમાનો રહ્યા હાજર
રાઘવ અને પરિણીતીની સગાઈ સેરેમેનીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આદિત્ય ઠાકરે, પ્રિયંકા ચોપરા સહિતના મહેમાનો હાજર રહ્યા હતા.
View this post on Instagram
બંનેએ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી એવું પણ જાણવા મળ્યું હતું કે દંપતીએ સગાઈ માટે ‘નો ફોન પોલિસી’ રાખી હતી. હા, સમાચાર મુજબ સગાઈ ટીમ સાથે જોડાયેલા લોકોના મોબાઈલ ફોન જમા થઈ ગયા હતા. ફોન અંદર લઈ જવા પર પ્રતિબંધ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી અંદરથી કંઈ લીક ન થઈ શકે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram