પરિણીતી ચોપરાએ પતિ રાઘવ ચઢ્ઢાના જન્મદિવસે શેર કરી રોમેન્ટિક તસવીરો


- લગ્ન બાદ રાઘવ પરિણીતી સાથે પહેલી બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. પતિ રાઘવના જન્મદિવસ પર પરીએ બંનેની સુંદર તસવીરો શેર કરીને તેની પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે.
બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે પોતાની મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે. પરિણીતી અને રાઘવના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. બંનેના લગ્નની કેટલીયે તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. લગ્ન બાદ પરિણીતી અને રાઘવની આ પહેલી દિવાળી છે. જેને લઈને બંને ખૂબ એક્સાઈટેડ છે. લગ્ન બાદ રાઘવ પરિણીતી સાથે પહેલી બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. પતિ રાઘવના જન્મદિવસ પર પરીએ બંનેની સુંદર તસવીરો શેર કરીને તેની પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે.
રાઘવ ચઢ્ઢા આજે તેમનો 35મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે પરિણીતીએ ઇન્સ્ટાગ્રામ પર અનસીન તસવીરો શેર કરી છે. તેમાં બંને ખૂબ રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. કોઈ તસવીરમાં પરી રાઘવને હગ કરે છે, તો એક તસવીરમાં કિસનો પોઝ આપી રહી છે. તો એક તસવીરમાં કેફેમાં બેસીને બંને ડેટ એન્જોય કરી રહ્યા છે. ફોટોઝમાં બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોઝ તેમના લગ્ન બાદની ટ્રિપના લાગી રહ્યાં છે.
View this post on Instagram
પરિણીતિએ પતિ રાઘવ પર વરસાવ્યો પ્રેમ
આ તસવીરોની સાથે પરિણીતિ ચોપરાએ રાઘવ માટે કેપ્શનમાં ઘણો પ્રેમ વરસાવ્યો છે. પરિણિતિએ કેપ્શનમાં લખ્યું છે કે તમે મારા માટે ભગવાનની આપેલી સૌથી સારી ગિફ્ટ છો, મારા રાગાઈ. તમારુ મન અને બુદ્ધિ મને હેરાન કરી દે છે. તમારી વેલ્યુ, ઈમાનદારી અને ભરોસો મને એક સારી વ્યક્તિ બનવા માટે પ્રેરણા આપે છે. ફેમિલી માટેનું તમારું કમિટમેન્ટ મને રોજ લકી હોવાનો અનુભવ કરાવે છે. તમારી શાંતિ જ મારી દવા છે અને ઓફિશિયલી આજે મારો ફેવરિટ દિવસ છે, કેમકે મારા માટે આજે જ તમારો જન્મ થયો હતો. હેપ્પી બર્થડે હસબન્ડ. મને પસંદ કરવા માટે આભાર. પરીએ આ મેસેજમાં પોતાના દિલની તમામ વાતો લખી છે, જે તે રાઘવ માટે મહેસૂસ કરે છે.
આ પણ વાંચોઃ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે નોંધાઈ FIR, SITની રચના