ટ્રેન્ડિંગમનોરંજન

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની આજથી લગ્ન વિધિઓ શરુ

Text To Speech
  • પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરમાં નક્કી કરવામાં આવ્યા છે. આજથી લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે, આમંત્રિત મહેમાનો પણ પહોંચી રહ્યા છે. ત્યારે હવે આવતીકાલે બંને સાત ફેરા લેશે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ફેન્સ આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરિણીતી અને રાઘવની સગાઈ થઈ ત્યારથી જ ચાહકો જાણવા ઈચ્છતા હતા કે આ કપલ ક્યારે લગ્ન કરવા જઈ રહ્યું છે. હવે આખરે એ દિવસ આવી ગયો. આ કપલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને આવતી કાલે એટલે કે 24 સપ્ટેમ્બરે પરિણીતી-રાઘવ સાત ફેરા પણ લેશે. તેમના લગ્ન ઉદયપુરમાં જ કરવાનું નક્કી કર્યું હતું તેજ રીતે ત્યાં વર-કન્યાના પરિવારજનો પહોંચી ગયા છે. ઉદયપુરમાં આજથી લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.

પરિણીતી-રાઘવનું ફંક્શન દિલ્હીમાં જ શરૂ થઈ ગયું હતું. દિલ્હીમાં સૂફી નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર પરિવારે ભાગ લીધો હતો. તે પહેલા કીર્તન રાખવામાં આવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

લીલી પેલેસમાં પરિણીતી-રાઘવના લગ્ન

ઉદયપુરમાં આજથી પરિણીતી-રાઘવના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આજે સવારે ચુરા વિધિ યોજાઈ હતી. જેમાં પરિણીતીને બંગડીઓ પહેરાવવામાં આવી હતી. ચુરા વિધિ બાદ બપોરના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આવતી કાલે સાત ફેરા

પરિણીતી અને રાઘવ 24મી સપ્ટેમ્બરે સાત ફેરા લેવાના છે. ફેરા લીધા પછી બપોરે 2 વાગ્યે રાઘવ તેની દુલ્હનને લેવા માટે બોટ દ્વારા સ્થળ પર જશે. જ્યાં 3 વાગ્યે જયમાલા અને 4 વાગ્યે ફેરા થશે. સાંજે પરિણીતીને વિદાય આપવામાં આવશે અને રાત્રે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પરિણીતી અને રાઘવના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થવાના છે. આ હોટેલ ખૂબ જ સુંદર છે. ચારે બાજુથી પિચોલા તળાવ અને અરવલી પર્વતોથી ઘેરાયેલું છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે. લગ્નના મેનુની વાત કરીએ તો તેમાં પંજાબી સાથે કેટલીક રાજસ્થાની વાનગીઓ પણ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: સિનેમાઘરોમાં ધૂમ મચાવતી ગદર 2 ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ? જાણો અહીં

Back to top button