ટ્રેન્ડિંગમનોરંજન

રાઘવ-પરિણીતીની સગાઈ આ દિવસે, 150 લોકોને મોકલાયા આમંત્રણ

Text To Speech

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા ટૂંક સમયમાં સગાઈની ડેટ ફાઈનલ થઈ ગઈ છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 13 મે શનિવારે દિલ્હીમાં સગાઈ કરશે. તેમના સગાઈ સમારોહમાં લગભગ 150 નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાઘવ અને પરિણીતી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ સાથે જ તેમના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળોનો પણ અંત આવી ગયો છે.

આ કાર્યક્રમમાં રાજનીતિ અને ફિલ્મ જગતની તમામ હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ ચઢ્ઢા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરે છે અને લાંબા સમયથી મિત્રો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પરિણીતી અને રાઘવ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. હાલમાં જ પરિણીતી અને રાઘવ ક્રિકેટ મેચ જોવા માટે મોહાલી પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં પરિણીતી ભાભી ઝિંદાબાદના નારા પણ લાગ્યા હતા. આ જોઈને પરિણીતી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તેમના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ડિનર બાદ બંને રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા.

Back to top button