બે વર્ષ બાદ ગિરનારની પરિક્રમા : આટલાં લાખ ભક્તોએ લીધી મુલાકાત


- બે વર્ષ બાદ યોજાયેલ ગિરનારની પરિક્રમામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
- વર્ષે 3 દિવસમાં 15 લાખ પરિક્રમાર્થી ઉમટ્યા
- 10 લાખ પરિક્રમાર્થીઓએ વટાવી નળપાણીની ઘોડી
ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે 3 દિવસમાં 15 લાખ જેટલા ભાવી ભક્તો ઉમટી પડ્યા છે. જેમાં 10 લાખ જેટલા ભક્તો નળપાણીની ઘોડી વટાવી છે. જયારે અન્ય ભક્તો રૂટ પર અને ભવનાથ તળેટી વિસ્તારમાં છે. કોરોનાના વે વર્ષ બાદ આ વર્ષે ઈર્નારની 36 કિલોમીટરની પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ પરિક્રમામાં 6 લાખ જેટલા ભક્તો તો પરિક્રમા પૂર્ણ કરી ઘર તરફ પાછા ફર્યા છે.
આ પણ વાંચો : આજે આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણ રોકવા માટેનો દિવસ : જાણો કેમ ઊજવવામાં આવે છે ?
પરિક્રમાના રૂટ પર અન્નક્ષેત્રોમાં લાખો ભક્તોએ ભોજન, ચા-નાસ્તાનો પ્રસાદ લોધો છે. જેને લઈને અવારનવાર આવશ્યક ચીજ વસ્તુઓની માંગ સર્જાતા મંગાવી પડી હતી. હાલ ભવનાથ તળેટી વિસ્તારથી લઈને જીણા બાવાની મઢી, માળવેલા, સરકડિયા, સુરકુંડ, બોરદેવી સહિતના રૂટપર આશરે ત્રણ લાખ લોકો જેટલા લોકો હજુ પણરૂટ પર છે. ગતરાત્રીએ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પૂજન-અર્ચન કરીને ઇન્દ્રેશ્વર દરવાજા પાસેથી લીલી પરિક્રમાની પ્રારંભ કરવામાં આવ્યો હતો.