પેરેન્ટ્સ, યાદ રાખો એક્ઝામ કરતા વધુ મહત્ત્વની છે બાળકોની હેલ્થઃ ફોલો કરો આ ટિપ્સ
બાળકોની એક્ઝામ ટુંક સમયમાં શરૂ થઇ રહી છે. આ એ સમય હોય છે જ્યારે બાળકો કોર્સ પુરો કરવાની સાથે સાથે ક્લાસમાં સારુ પ્રદર્શન કરવાનો તણાવ અનુભવે છે. એક્ઝામ ટાઇમે થતા તણાવની અસર બાળકોની શારિરીક અને માનસિક હેલ્થ પર પડી રહી છે. ઘણી વખત ખરાબ રિઝલ્ટનું કારણ બાળકોની મહેનત નહીં, તેમનો તણાવ બને છે. આવા સંજોગોમાં બાળકોને એક્ઝામના સ્ટ્રેસથી દુર રાથવા માટે પેરેન્ટ્સે આ ટિપ્સ અપનાવવી જોઇએ.
બાળકો પર દબાણ ન લાવો
કેટલાય માતા પિતા એવા હોય છે જે બાળકો પર તેમના અભ્યાસ કે રિઝલ્ટને લઇને વધુ દબાણ અનુભવે છે. આમ કરવાના બદલે તમારા બાળકો પ્રત્યે વિશ્વાસ જાહેર કરો, જેથી તેમને પ્રોત્સાહન મળે.
ઘરે બનાવો પોઝિટીવ માહોલ
પરીક્ષા દરમિયાન તમારા ઘરનો માહોલ સકારાત્મક બનાવી રાખો. તમારુ બાળક પહેલેથી જ તેના અભ્યાસ અને એક્ઝામના સ્ટ્રેસને લઇને પરેશાનહોય છે. આવા સમયે ઘરનો માહોલ બગાડીને તેને ટેન્શન ન આપો. બાળકોને દરેક વખતે માત્ર અભ્યાસની વાતો ન કરો. તેમને અભ્યાસ કરવા માટે મોટિવેટ કરો, લડો નહીં.
ખાણીપીણી પર ધ્યાન આપો
બાળકોને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે બાળકોના ડાયેટમાં તાજી લીલી શાકભાજી, ફળ, ડ્રાયફ્રુટ્સ અને દુધ સામેલ કરો, પૌષ્ટિક આહાર લેવાથી બાળકોની એનર્જી વધશે અને તેમની એકાગ્રતામાં પણ વધારો થશે.
બ્રેક લેવો પણ છે જરૂરી
સતત કલાકો સુધી બેસીને અભ્યાસ કરવાથી બાળકનું શરીર અને મગજ થાકવા લાગે છે. આવા સમયે બાળકોએ અભ્યાસ વચ્ચે નાનો નાનો બ્રેક લેવો જરૂરી છે. તેનાથી બાળકોનો મુડ ફ્રેશ રહેશે અને સ્ટ્રેસ પણ દુર રહેશે.
આ પણ વાંચોઃ મંગળ દોષ હોય તો પણ ન ડરતાઃ શાસ્ત્રોમાં છે દરેક વસ્તુના ઉપાય