સિંગલ ચાઇલ્ડના પેરેન્ટ્સે ઉછેરમાં ન કરવી જોઇએ આ ભુલો
- બાળકના ઉછેરમાં ભુલ થાય તો તેનું નુકશાન સહન કરવુ પડે છે
- તમારા બાળકની દરેક જીદ પુરી કરવી બિલકુલ જરૂરી નથી
- બાળકોની ક્યારેય કોઇ અન્ય વ્યક્તિ સાથે સરખામણી ન કરો
તમામ પેરેન્ટ્સ ઇચ્છતા હોય છે કે તેઓ પોતાના બાળકનો સારામાં સારો ઉછેર કરે, જેથી બાળક આગળ જઇને સફળ વ્યક્તિ બની શકે. આવા સંજોગોમાં બાળકના ઉછેરમાં કોઇ પ્રકારની ભુલ થઇ જાય તો તેનું નુકશાન માતા-પિતા કરતા બાળકના જીવન પર વધુ પડે છે. દરેક પેરેન્ટ્સ માટે એ જાણવુ જરૂરી છે કે બાળકનો ઉછેર કરતી વખતે આપણે કઇ ભુલો જરાય ન કરવી જોઇએ. ખાસ કરીને જો તમે સિંગલ ચાઇલ્ડના પેરેન્ટ્સ છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઇએ.
બાળકની દરેક જીદ પુરી ન કરો
પેરેન્ટ્સ પોતાના સિંગલ ચાઇલ્ડને ખુબ જ લાડ-પ્રેમથી ઉછેરે છે. બાળક એકલું હોવાના કારણે તેની બધી જીક પુરી કરે છે. માતા-પિતાના લાડ-પ્રેમમાં ઘણી વખત માતા-પિતા તેની દરેક ઇચ્છા સંતોષે છે, જે ન કરવી જોઇએ. આ કારણે બાળક જીદ્દી અને ઘમંડી બની જાય છે.
તુલના ન કરો
બાળક સિંગલ હોય કે ન હોય, પરંતુ તેની કોઇ બીજા બાળક સાથે તુલના ન કરવી જોઇએ. બાળકોની તુલના કરવી પેરેન્ટ્સની સૌથી મોટી ભુલ હોય છે. તમારી આ તુલનાની આદતથી બાળકમાં કોન્ફિડન્સની કમી આવે છે અથવા તો તે ઓવર કોન્ફિડન્સ બની જાય છે.
બાળકો પાસે વધુ આશા ન રાખો
સિંગલ ચાઇલ્ડ હોવાના કારણે માતા-પિતાની બધી આશાઓ પોતાના બાળકો સાથે જોડાયેલી હોય છે. જે રીતે બાળકો પોતાના માતા-પિતાની આશા રાખે છે, તે રીતે માતા-પિતા પોતાના સિંગલ ચાઇલ્ડ પાસે અનેક આશાઓ રાખે છે અને આગળ જઇને બાળકો માટે આ બોઝ અંતરનું કારણ બની જાય છે.
જરૂર કરતા વધુ સમય ન આપો
બાળકોને જરૂરિયાત કરતા વધુ સમય ન આપો. તમારી આ આદત બાળકોને બગાડી શકે છે. બાળકોને એટલો જ સમય આપો જેટલો તેમના માટે જરૂરી હોય. તમારુ બાળક મોટુ થઇ ગયુ હોય તો તેને થોડી પ્રાઇવસી પણ આપો.
આ પણ વાંચોઃ શું તમે પણ વીગન છો? તો ખોરાકમાં જલ્દી એડ કરો આ ફુડ