ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

કન્યાદાનનું સ્વપ્ન સેવી રહેલા માતા-પિતાએ બ્રેઇન્ડેડ દીકરીનું અંગદાન કર્યું

Text To Speech

દીકરી કોણે વ્હાલી ન હોય ! દીકરી ઘરની લક્ષ્મી છે, હસતા ઘરની નિશાની છે, ત્યારે નર્સિંગમાં અભ્યાસ કરતી મૂળ સુરેન્દ્રનગરની 19 વર્ષીય કિંજલનું રોડ એક્સિડેન્ટ થયું હતું. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલમાં 48 કલાક સુધી કિંજલની સારવાર બાદ તબીબોએ તેમણે બ્રેનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા કિંજલના માતા-પિતાને અંગદાનનું મહત્વ સાંજવવામાં આવ્યું, ત્યારબાદ માતાપિતા સહમત થતાં તબીબની ટીમે બે કિડની અને એક લીવરનું દાન મેળવ્યું હતું.

આ પણ વાંચો : Manipur violence : હિંસાથી પ્રભાવિત 1000 થી વધુ લોકોએ આસામમાં આશ્રય લીધો

આ અંગદાન મેળવ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાવુક ક્ષણ જોવા મળી હતી. કન્યાદાનનું સ્વપ્ન સેવી રહેલા માતા-પિતાએ બ્રેઇન્ડેડ દીકરીનું અંગદાન કરી એક પુણ્યનું કામ કર્યું હતું. નર્સિંગમા અભ્યાસ કરતી એકની એક વ્હાલસોયી દીકરી બ્રેઇનડેડ થતા માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરુરિયાતમંદોના નવજીવન મળશે. દીકરીના માતા-પિતાઆે જણાવ્યું હતું કે, નર્સ બનીને લોકોની સેવા-સુશ્રુષા કરવી એ અમારા દીકરીનું સ્વપ્ન હતું, મૃત્યુ બાદ પણ જરુરીયાતમંદોને નવજીવન મળે તે શુભ આશયથી અંગદાનનો નિર્ણય કર્યો.

Back to top button