ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

પેરેન્ટિંગ ટિપ્સઃ આ ભૂલના કારણે બાળકો માતા-પિતાથી દૂર થાય છે

  • ક્યાંકને ક્યાંક માતા-પિતાથી ભૂલ થઈ જાય છે અને એ ભૂલના કારણે બાળકો સાથેના સંબંધો પણ બગડી શકે છે. તો આજે જાણો કેટલીક પેરેન્ટિંગ મિસ્ટેક જે દરેક પેરેન્ટ્સે અવોઈડ કરવી જોઈએ

પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેનો સંબંધ ખૂબ ખાસ હોય છે. આ દુનિયાનો એક એવો સંબંધ છે, જેમાં કોઈ ફિલ્ટર હોતું નથી. પ્રેમ અને માન-સન્માનમાં પણ કોઈ ભેળસેળ હોતી નથી. બાળકોને સારા સંસ્કાર અને સારો ઉછેર આપવાનો દરેક શક્ય પ્રયાસ માતા-પિતા કરે છે. માતા-પિતાએ આપેલા સંસ્કાર બાળકમાં જોવા મળે છે. જોકે ક્યાંકને ક્યાંક કેટલાક માતા-પિતાથી ભૂલ થઈ જાય છે અને એ ભૂલના કારણે બાળકો સાથેના સંબંધો પણ બગડી શકે છે. તો આજે જાણો કેટલીક પેરેન્ટિંગ મિસ્ટેક જે દરેક પેરેન્ટ્સે અવોઈડ કરવી જોઈએ.

બાળકોને ઓવર કન્ટ્રોલ કરવા

બાળકો પ્રત્યે વધુ પડતા કડક બનવું. તેમને આપણા કન્ટ્રોલમાં રાખવા તે આજકાલના બાળકોને ગમતું નથી. હા બાળકો પર નજર રાખવી તે માતા-પિતાની જ જવાબદારી છે, પરંતુ તેનું પ્રમાણ વધી ન જવું જોઈએ. જો તમે બાળકોને વધારે પડતા કન્ટ્રોલમાં રાખશો તો બાળકોને ગૂંગળામણ થશે અને તેમની વાત તમારી સમક્ષ રજૂ નહિ કરી શકે.

બાળકોને ઈમોશનલ સપોર્ટ ન આપવો

માતા-પિતાથી બાળકો દૂર જાય તેનું એક મુખ્ય કારણ એ છે કે તેમને પેરેન્ટ્સનો ઈમોશનલ સપોર્ટ મળતો નથી. બાળકોને સૌથી વધુ પેરેન્ટ્સના ઈમોશનલ સપોર્ટની જરૂર હોય છે. કોઈ પણ પરેશાની હોય અથવા કોઈ પણ ભૂલ હોય તો બાળકો પેરેન્ટ્સ પાસેથી ઈમોશનલ સપોર્ટની આશા રાખે છે. ઘણા અવસરે માતા-પિતા બાળકો સાથે ઈમોશનલી હોતા નથી. બાળકોની કોઈ ભૂલ પર ગુસ્સો કરવાથી તેઓ તમારાથી દૂર થઈ શકે છે.

પેરેન્ટિંગ ટિપ્સઃ આ ભૂલના કારણે બાળકો માતા-પિતાથી દૂર થાય છે hum dekhenge news

બાળકોને સમય ન આપવો

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ કમાવવાની હોડમાં લાગેલી છે. આ દોડભાગમાં સંબંધો ક્યાંકને ક્યાંક પાછળ રહી જાય છે. પતિ અને પત્ની બંને નોકરી કરી રહ્યા હોય તો તેઓ સમય કાઢવામાં અસમર્થ હોય છે. બાળકોને પર્યાપ્ત સમય ન આપી શકવાના કારણે વાતચીતમાં કમી આવે છે અને કોમ્યુનિકેશનમાં કમીના કારણે બંને પક્ષ એકબીજાને સમજી શકવામાં અસમર્થ હોય છે. તેની અસર ક્યાંકને ક્યાંક સંબંધો પર પડે છે.

બાળકો પાસેથી વધુ આશાઓ રાખવી

ઘણી વખત માતા-પિતા બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખે છે. બાળકોની કેપેસિટી પર ધ્યાન ન આપીને, તેનની કેપેસિટી કરતા વધુ સફળતાની આશા રાખવા લાગે છે. આ રીતે પેરેન્ટ્સ બાળકો પર દબાણ નાંખે છે અને તે માતા-પિતા અને સંતાનો વચ્ચેના અંતરનું કારણ બને છે.

આ પણ વાંચોઃ દરેક પેરેન્ટ્સ ખાસ વાંચેઃ પેરેન્ટિંગમાં ક્યાંક તમે ખોટા તો નથી ને?

નાની નાની ભૂલો પર લડવું

ક્યારેક ક્યારેક માતા-પિતા નાની નાની ભૂલો માટે સંતાનોને લડવાનું શરૂ કરી દે છે. તેમની દરેક ભૂલની ટીકા કરે છે. તેમની નાની નાની ઉપલબ્ધિઓ પર ખુશ થવાના બદલે તેમની પાસે વધારે આશા રાખે છે. સંતાનોના દરેક પરિણામ કેટલાક પેરેન્ટ્સને ઓછા લાગે છે. તમારા બાળકની ક્ષમતાને આંકો અને તેમની પ્રશંસા કરો. તેમની કમ્પેરિઝન ન કરો.

આ પણ વાંચોઃ ઉંમર વધવાની સાથે હ્રદય નબળું તો નથી પડી રહ્યું ને? ઓળખો આ રીતે

Back to top button