Parenting: આ ઉંમર બાદ બાળકોને સાથે સુવાડવાનું કરો બંધ, જાણો કારણ
- બાળકોને સાથે સુવાડવાને લઇને કેટલાક નિયમો છે
- નાનુ બાળક માતાપિતા સાથે સુવે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે
- બાળકોને અલગ પથારીમાં સુવાડવુ જરૂરી છે
એવુ કહેવાય છે કે બાળકોને ખૂબ પ્રેમ કરો, પરંતુ અમુક ઉંમર સુધી જ. બાળકોને પાંચ વર્ષની ઉંમર સુધી લડો નહી, ખૂબ લાડ લડાવો. બાળક 10 વર્ષનું થાય ત્યારે તેમને લડવુ પડે તો લડીને, પરંતુ સારા ખોટાની સમજ આપો. બાળક 16 વર્ષનું બને ત્યારે બાળકના મિત્ર બની જાવ. આજકાલના પેરેન્ટ્સ બાળકોને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ તેમના સારા આચરણ પર ઓછુ ધ્યાન આપે છે.
બાળકો સાથે ક્યારે શું કરવુ જોઇએ તેના નિયમો સમાજે જ બનાવ્યા છે. હવે એક અભ્યાસમાં બાળકોને સુવાડવાને લઇને કેટલીક વાતો સામે આવી છે. બાળક કઇ ઉંમરનું થાય ત્યાં સુધી માતા-પિતાએ સુવાડવુ જોઇએ. સામાન્ય ભારતીય પરિવારોમાં બાળક લગ્ન કરે ત્યાં સુધી માતા-પિતા સાથે સુવે છે. જોકે આ બાબત બાળકોના વિકાસ માટે નુકશાનદાયક છે. એક ઉંમર બાદ બાળકોને અલગ પથારીમાં કે અલગ રૂમમાં સુવડાવવાની આદત પાડવી જોઇએ. જાણો બાળકને અલગ સુવાડવા માટેની યોગ્ય ઉંમર કઇ છે?
અભ્યાસમાં સામે આવી વાત
એક અભ્યાસ મુજબ ચાર-પાંચની ઉંમર બાદ બાળકોને પેરેન્ટ્સથી અલગ સુવાડવા જોઇએ. જ્યારે બાળક ચાર વર્ષ સુધીનું હોય ત્યાં સુધી તેને પેરેન્ટ્સ સાથે સુવાડો. આ બાબત બાળકના મનોબળને વધારે છે. માતા પિતા સાથે સુવાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે. જોકે આ ઉંમર બાદ બાળકોમાં શારિરીત બદલાવ થવા લાગે છે. તો તેને અલગ સુવાડવું જોઇએ.
આ છે મોટા થઇ ગયેલા બાળકો સાથે સુવાના નુકશાન
અભ્યાસની વાત માનીએ તો વધતી ઉંમરના બાળકને માતા પિતા સાથે સુવાડવાથી અનેક પ્રકારની સમસ્યા થાય છે. આ સમસ્યાઓમાં મેદસ્વીતા, થાક, ઓછી એનર્જી, વિકાસમાં કમી, ડિપ્રેશન અને નબળી યાદશક્તિ સામેલ છે. ઉંમર વધવાથી બાળકમાં સમજદારી આવવા લાગે છે. તે માતા-પિતા વચ્ચેની તમામ વાતચીતને સમજવા લાગે છે. તેથી આ ઉંમર બાદ બાળકને અલગ સુવાડવુ જોઇએ.
આ પણ વાંચોઃ વાસી ફૂડ મળતું જણાય તો સીધી AMCને કરો ફરિયાદ