ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

Parenting: આજના બાળકોના ઉછેરમાં આ બાબતોનો ખાસ ખ્યાલ રાખો

Text To Speech
  • ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં બાળકોનો ઉછેર પડકાર બન્યો
  • તમારા બિઝી શિડ્યુઅલમાં પણ બાળકો માટે સમય કાઢો
  • તમારી આદતો જેવી હશે તેવી જ બાળકોમાં પડશે

તમામ પેરેન્ટ્સ પોતાના બાળકોના ઉછેરમાં (Parenting)માં કોઇ કમી રાખવા ઇચ્છતા નથી. આજ કાલ મોબાઇલ-ઇન્ટરનેટના કારણે બદલાતી લાઇફસ્ટાઇલ ના કારણે બાળકોનો ઉછેર કરવો માતા-પિતા માટે મુશ્કેલ બની ગયો છે. પેરેન્ટિંગ આજે ઇઝી વસ્તુ રહી નથી. બાળકો હંમેશા પોતાના વડીલોને જોઇને શીખે છે. તમારો વ્યવહાર, તમારી આદતો જેવી હશે તેવી બાળકો તેને કોપી કરવાની કોશિશ કરશે. આવા સંજોગોમાં ભાગદોડ અને બીઝી શિડ્યુઅલ છતા તમારે બાળકોની દરેક નાની મોટી હરકત પર ધ્યાન આપવુ જોઇએ. કેમકે બાળપણની ખોટી આદતો લાઇફટાઇમ તેમની સાથે રહે છે, જે બાળકોના ભવિષ્ય માટે ઠીક નથી. તમારે તમારી કેટલીક આદતો છોડવી પડશે. આ માટે કેટલીક પેરેન્ટિંગ ટિપ્સ ફોલો કરો.

parenting hum dekhenge news

  • બાળકોને નાની નાની વાતમાં લડવાનું બંધ કરો. તમારી આદતો બાળકોને ચિડચિડિયા બનાવી દેશે. તેમને પ્રેમથી સમજાવો.
  • ઘણી વખત પેરેન્ટ્સ પોતાના બાળકોને નિર્ણય લેવાની આઝાદી આપતા નથી. આ કારણે બાળકોનો વિકાસ રુંધાય છે. તેમને જાતે નિર્ણયો લેવા દો, તો તેમની ક્રિએટીવીટી વધશે અને લાઇફમાં આવતી સમસ્યાઓથી બચી શકશે.
  • બાળકોને દોષ ન આપો. સારા પેરેન્ટિંગનો મતબલ એ છે કે તમે ભલે ગમે તેટલા ગુસ્સામાં હો બાળકો પર દોષારોપણ ન કરો અને તેમને એ અહેસાસ ન થવા દો.
  • દરેક બાળકની અલગ ખાસિયત હોય છે. કોઇ પણ બાળકની બીજા બાળક સાથે કમ્પેરિઝન યોગ્ય પેરેન્ટિંગના લક્ષણ નથી. તમારુ બાળક જે છે તે સ્વીકારી તેને પ્રોત્સાહન આપો

parenting hum dekhenge news

  • દરેક વખતે બાળકોની જિદ પુરી કરવી યોગ્ય નથી. ક્યારેક બાળકોની જિદ પુરી કરવાથી તે બગડી પણ શકે છે. બાળકોની જરૂરી માંગ જ પુરી કરો.
  • આજકાલના સમયમાં બાળકો મોટાભાગનો સમય સ્માર્ટફોન કે ગેઝેટ્સ સાથે વિતાવે છે. તેની અસર તેમની મેન્ટલ હેલ્થ પર પણ પડે છે. બાળકોનો વિકાસ આ કારણે પ્રભાવિત થઇ સકે છે. બાળકોને ગેઝેટ્સની છુટ ઓછી કરીને રમતગમત માટે પ્રોત્સાહન આપો.

આ પણ વાંચોઃ તમે કેટલા કમાઓ છો? અમેરિકામાં રાહુલ ગાંધીના ટ્રક્ચાલકને પૂછેલા પ્રશ્ન પર મળ્યો ચોંકાવનારો જવાબ

Back to top button