પેરેન્ટિંગને લઈને અનુષ્કા શર્માએ મનની વાત કહી, ઘણું પ્રેશર સહન કરવું પડ્યું
મુંબઈ- 5 સપ્ટેમ્બર : અનુષ્કા શર્મા તેના પુત્ર અકાયના જન્મના થોડા સમય પહેલાથી જ લંડનમાં રહે છે. અનુષ્કા બે બાળકોની માતા છે. થોડા સમય અગાઉ એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે, અનુષ્કા અને વિરાટ કોહલી કાયમ માટે લંડન શિફ્ટ થઈ ગયા છે. જ્યારથી અનુષ્કાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે ત્યારથી જ તે જાહેર કાર્યક્રમોમાં જવવલે જ હાજરી આપે છે. પરંતુ બુધવારે લાંબા સમય બાદ તેણે મુંબઈમાં સ્લર્પ ફાર્મના YES Moms & Dads ઇવેન્ટમાં હાજરી આપવા આવી હતી.
View this post on Instagram
આ દરમિયાન અનુષ્કા શર્માએ પેરેન્ટિંગ અને ‘પરફેક્ટ મધર’ બનવાના પ્રેશર વિશે પણ મનની વાત કરી હતી. આ સાથે જ અનુષ્કાએ એ બાબતનો પણ ખુલાસો કર્યો છે કે, તે તેના બે બાળકો વામિકા તથા અકાયનો ઉછેર કેવી રીતે કરી રહી છે. એક્ટ્રેસ અનુષ્કા શર્માએ કહ્યું કે, ‘ અમારા પર પરફેક્ટ માતા પિતા બનવાનું ઘણું પ્રેશર છે. પરંતુ આપણે એ સમજવાની જરુર છે કે ‘આપણે પરફેક્ટ નથી અને તેમાં કંઈ ખોટું પણ નથી.’ જેથી તેઓને પણ ખબર પડે કે તેમના પેરેન્ટસ પણ ભૂલો કરે છે. વિચારી જુઓ કે, બાળકો એવું કેવી રીતે વિચારતા હશે કે ‘મારા પેરેન્ટ્સ આવા જ છે અને હવે મારે પણ આ અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે.’
તમારી ભૂલો સ્વીકારો
અભિનેત્રીએ એમ પણ કહ્યું કે, પોતાની ભૂલો સ્વીકારવાથી બાળકોનો સ્ટ્રેસ ઓછો થાય છે. કલ્પના કરો કે જો બાળકો પણ એવું માનવા લાગે છે કે તેમેના પેરેન્ટસ હંમેશા સાચા છે, તો તેમના પર પણ તમારા જેવા બનવાનું પ્રેશર આવશે.
સોશિયલ લાઇફમાં કેવા પરિવર્તન આવ્યા?
અનુષ્કાએ કહ્યું કે, હું ફક્તને ફક્ત અમારા જેવા લોકો સાથે જ હેંગઆઉટ કરું છું. જ્યારે લોકો અમને ડિનર માટે આમંત્રણ આપે છે, ત્યારે હું તેમને એવું કહું છું કે, જ્યારે અમે ડિનર કરી લીધું હોય ત્યારે તમે સ્નેક્સ ખાઈ રહ્યા છો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનુષ્કા છેલ્લે શાહરૂખ ખાન સાથે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. હવે તે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત બાયોપિક ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે.
આ પણ વાંચો : કલોલ નગરપાલિકામાં હોબાળો, ઉશ્કેરાયેલા લોકોનો પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન પર હૂમલો