ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના નામે પાર્સલથી છેતરપિંડી

Text To Speech
  • ‘કેશ ઓન ડિલિવરી’ પાર્સલ સ્વીકારવું નહીં તેવી સુચના આપી
  • બે મહિલા હોદ્દેદારોને ઘરે આ પ્રકારે કૂરિયર મારફતે પાર્સલ આવ્યું
  • ફેસબૂક ઉપર આ એક પ્રકારની છેતરપિંડી હોવાથી સૌને સતર્ક રહેવુ

ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના નામે પાર્સલથી છેતરપિંડી થઇ રહી છે. ત્યારે પાટિલના નામે ‘કેશ ઓન ડિલિવરી’ પાર્સલ કોઈએ સ્વીકારવું નહીં તેમ BJPએ જણાવ્યું છે. તેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામે પાર્સલ ફરતા થયા છે. તેમાં કુરિયરમાં પાર્સલ આવતા બે મહિલા હોદ્દેદારોએ તપાસ કરતા છેતરપિંડી અટકી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં તહેવારોની શરૂઆત પહેલા સિંગતેલના ભાવ ઘટ્યા

‘કેશ ઓન ડિલિવરી’ પાર્સલ સ્વીકારવું નહીં તેવી સુચના આપી

ફેસબૂક ઉપર આ એક પ્રકારની છેતરપિંડી હોવાથી સૌને સતર્ક રહેવા કહ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપે કાર્યકરો, નેતાઓ અને હોદ્દેદારોને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના નામે કે તેમના કાર્યલય દ્વારા આવતી ‘કેશ ઓન ડિલિવરી’ પાર્સલ સ્વીકારવું નહીં તેવી સુચના આપી હતી. પ્રદેશ સંગઠનના બે મહિલા હોદ્દેદારોને ઘરે આ પ્રકારે કૂરિયર મારફતે પાર્સલ આવતા તેમણે પ્રદેશ અધ્યક્ષના કાર્યલાયનો સંપર્ક કરતા છેતરપીંડી અટકી હતી.

આ પણ વાંચો: વાઈબ્રન્ટ ગુજરાતથી 55 બિલિયન US ડોલરનું વિદેશી રોકાણ આવશે 

ફેસબૂક ઉપર આ એક પ્રકારની છેતરપિંડી હોવાથી સૌને સતર્ક રહેવુ

પ્રદેશ ભાજપ મંત્રી જ્હાનવીબહેન વ્યાસના આણંદ સ્થિત નિવાસસ્થાને અને નવસારીમાં રહેતા મંત્રી શીતલબહેન સોનીના ત્યાં કુરિયર મારફતે પાર્સલ આવ્યા હતા. જે રૂપિયા 1500 આપીને છોડાવવા માટે કહેવામાં આવતા આ બંને મહિલા પદાધિકારીઓએ પ્રદેશ અધ્યક્ષના કાર્યલાયમાં તપાસ કરતા સી.આર.પાટિલ કે તેમના કાર્યલાય તરફથી આવું કોઈ જ પાર્સલ ન મોકલ્યાનું કહ્યું હતું.આ બંને હોદ્દેદારોએ પાર્સલ લેવાનો ઈન્કાર કરીને ફેસબૂક ઉપર આ એક પ્રકારની છેતરપિંડી હોવાથી સૌને સતર્ક રહેવા કહ્યું હતું. બાદમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે પણ તમામ કાર્યકર્તો જોગ સંદેશ મોકલીને ડિલિવરી સમયે પૈસા માંગે એવા કોઈ પણ પાર્સલ લેવા નહી અને તેને પરત મોકલવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે છેતરપિંડી અંગે ભાજપે કાયદાકીય તપાસ શરૂ કરાવી છે. પાર્સલમાં શુ હતુ તે તો જાણી શકાયુ નથી પરંતુ, તેમાં કાપડની ચીજ વસ્તુઓ હોવાનું કહેવાય છે.

Back to top button