ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં પરશુરામ જયંતીએ અસામાજિક તત્વોનો શાંતિ ડહોળવાનો પ્રયત્ન; ભગવાન પરશુરામની તકતી તોડી, ફોટો ફાડ્યો

Text To Speech

અમદાવાદઃ આજે પરશુરામ જયંતી છે. રમઝાન ઈદ અને પરશુરામ જયંતી બંને એક જ દિવસે છે. ત્યારે શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિનો માહોલ ડહોળવાની તૈયારીઓ કરી રહ્યાં છે.

જીવરાજ પાર્ક વિસ્તારની ઘટના
જીવરાજ પાર્ક વિસ્તારમાં ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ભગવાન પરશુરામના ફોટાને ખંડિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોડી રાતે કોઈ શખ્સોએ આ રીતે ફોટો અને તકતીને તોડી રોડ પર મૂકી દીધા હતા.

બ્રહ્મસમાજની શાંતિની અપીલ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલે આ મામલે જણાવ્યું હતું કે, ‘અસામાજિક તત્વો દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ભગવાન પરશુરામના ફોટાને ખંડિત કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર અને સરકારેને આવા તત્વોને પકડીને દાખલો બેસાડવા અનુરોધ કરવામાં આવે છે. બ્રહ્મ સમાજ અને સર્વ સમાજને શાંતિની અપીલ પણ કરીએ છીએ.’

Back to top button