ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ખાલી હાથે ટ્વિટરમાંથી નહીં જાય પરાગ અગ્રવાલ, ₹345 કરોડ મળશે

Text To Speech

ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વિટરના માલિક બન્યા બાદ તેના સીઈઓ પદેથી પરાગ અગ્રવાલ અને કાયદાકીય મામલાઓનું ધ્યાન રાખતા વિજયા ગડ્ડેને હટાવી દીધા છે.

પરાગ અગ્રવાલની ટ્વિટરમાંથી ખલી હાથે વિદાય નહીં થાય.એક રિસર્ચ ફર્મના કહેવા પ્રમાણે અગાઉ થયેલી ડીલ પ્રમાણે પરાગ અગ્રવાલને 42 મિલિયન ડોલર એટલે કે 345 કરોડ રુપિયા જેટલી રકમ મળશે.

2021માં પરાગ અગ્રવાલની સીઈઓ તરીકેની કુલ કમાણી 30 મિલિયન ડોલર હતી.ગયા વર્ષે નવેમ્બરમાં પરાગ ટ્વિટરના સીઈઓ બન્યા હતા.તેમને ટ્વિટરના સહ સંસ્થાપક જેક ડોર્સીના રાજીનામા બાદ સીઈઓ બનાવાયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર પરાગ અને એલન મસ્ક વચ્ચે જાહેરમાં અને ખાનગીમાં પણ બોલાચાલી થઈ હતી.મસ્કે ટ્વિટર પર મુકવામાં આવતી પોસ્ટ પર નજર રાખવાની અને પોસ્ટ હટાવવાની વિજયા ગડ્ડેની નીતિની પણ જાહેરમાં ટીકા કરી હતી.

મસ્કે ટ્વિટરના ટોચના અધિકારીઓ પર બોગસ એકાઉન્ટની સંખ્યાને લઈને પોતાને તેમજ બીજા રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મુકયો હતો.

Back to top button