

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શનિવારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગ 3-5માં ગોલ્ડ અને સોનલબેન મનુભાઈ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા ભાવિનાએ અહીં ફાઇનલમાં નાઇજિરિયાની ક્રિશ્ચિયાના ઇકપેઇને 12-10, 11-2, 11-9થી હરાવ્યો હતો.
અગાઉ, ચોત્રીસ વર્ષીય સોનલબેને બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સ્યુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવ્યો હતો. જો કે, રાજ અરવિંદન અલાગર મેન્સ સિંગલ્સની ‘ક્લાસ 3-5’ બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફમાં નાઈજીરીયાના ઈસાઓ ઓગુનકુનલે સામે હારી ગયો હતો. ભારતીય ખેલાડીનો 3-11, 6-11, 9-11થી પરાજય થયો હતો.