- G7 કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી 3 દેશોના પ્રવાસે
- મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન સાથે કરી બેઠક
- વિકાસના અનેક મુદ્દાઓ ઉપર કરી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા માટે રવિવારે (21 મે)ના રોજ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. અહીં પીએમ નરેન્દ્ર મોદી પાપુઆ ન્યૂ ગિનીમાં APEC હાઉસ પહોંચ્યા. અહીં વડાપ્રધાન જેમ્સ મેરાપે તેમનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધાન જેમ્સ મારાપે સાથે ત્રીજી ભારત-પેસિફિક ટાપુઓ સહકાર સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. PM મોદી 14 પેસિફિક આઇલેન્ડ કન્ટ્રી સમિટમાં ભાગ લઇ રહ્યા છે.
PM મોદીએ શું ચર્ચા કરી ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ રોગચાળાની અસર વૈશ્વિક દક્ષિણ દેશો પર સૌથી વધુ છે. ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આફતો, ભૂખમરો, ગરીબી અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પહેલાથી જ હતા, હવે ઈંધણ, ખાતર અને ફાર્મા જેવી નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેના પુરવઠામાં પણ અવરોધો છે. જેમને આપણે આપણા પોતાના માનતા હતા, તેઓ જાણતા હતા કે જ્યારે જરૂર પડી ત્યારે તેઓ આપણી સાથે નથી. મુશ્કેલીના સમયમાં જૂની કહેવત ‘જરૂરિયાતમાં મિત્ર એ ખતમાં મિત્ર છે’ એ સાચી સાબિત થઈ.
જળવાયું પરિવર્તન મુદ્દે વિસ્તૃત ચર્ચા
વધુમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેની ક્ષમતાઓ અનુસાર તમામ સાથી દેશોને મદદ કરી રહ્યું છે. જેમ મેં પહેલા કહ્યું છે કે, મારા માટે તમે એક નાનકડો ટાપુ રાજ્ય નથી, એક વિશાળ સમુદ્રી દેશ છો. તમારો મહાસાગર ભારતને તમારી સાથે જોડે છે. G20 દ્વારા ગ્લોબલ સાઉથની ચિંતાઓ, તેમની અપેક્ષાઓ અને તેમની આકાંક્ષાઓને વિશ્વ સુધી પહોંચાડવાની ભારત પોતાની જવાબદારી માને છે. G7 સમિટમાં પણ છેલ્લા બે દિવસમાં મારો આ પ્રયાસ હતો. ભારતે જળવાયુ પરિવર્તનના મુદ્દે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો આગળ રાખ્યા છે. મને ખુશી છે કે અમે આ ઝડપથી કામ કરી રહ્યા છીએ.
શું કહ્યું વડાપ્રધાન મરાપે ?
પાપુઆ ન્યુ ગિનીના પીએમ જેમ્સ મરાપેએ કહ્યું કે આપણે વૈશ્વિક શક્તિઓનો શિકાર છીએ. તમે (PM મોદી) ગ્લોબલ સાઉથના નેતા છો. અમે વૈશ્વિક મંચો પર તમારા (ભારત) નેતૃત્વને સમર્થન આપીશું. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે ઇંધણ, ખોરાક, ખાતર અને ફાર્માની સપ્લાય ચેઇનમાં વિક્ષેપ જોઈ રહ્યા છીએ. અમે જેમના પર ભરોસો રાખ્યો હતો તે જ્યારે અમને જરૂર હતી ત્યારે અમારી સાથે ઊભા ન હતા.
મોદી પાપુઆ ન્યુ ગિનીના ગવર્નર જનરલને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગિનીના ગવર્નર જનરલ સર બોબ દાદા સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગિનીમાં દિવસની શરૂઆત ઐતિહાસિક ગવર્નમેન્ટ હાઉસ ખાતે ગવર્નર-જનરલ સર બોબ ડેડે સાથે ઉષ્માભરી વાતચીતથી કરી હતી. બંને દેશો વચ્ચે ભારત-પાપુઆ ન્યુ ગિની સંબંધો અને વિકાસ ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો.
અમેરિકા પીએમ મોદીની યજમાની કરવા આતુર છે
યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન G-7 સમિટની બાજુમાં વિદેશ પ્રધાન એસ જયશંકરને મળ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત અંગે ચર્ચા કરી હતી. મીટિંગ બાદ બ્લિંકને ટ્વીટ કર્યું હતું કે, “અમે જૂનમાં યુએસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની માટે આતુર છીએ.” આ મુલાકાત યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની ઊંડી ભાગીદારીની ઉજવણી કરવાની તક છે.