પેપર લીક કરનારાઓ હવે બચી નહીં શકે, દેશમાં મધરાતે એન્ટી પેપર લીક કાયદો અમલમાં આવ્યો
- પેપર લીકના દોષિતોને ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીની સજા અને 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ
નવી દિલ્હી, 22 જૂન: સંસદ દ્વારા ફેબ્રુઆરી 2024માં એન્ટી પેપર લીક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદાના અમલ પછી, પેપર લીકના દોષિતોને ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીની સજા અને 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે પેપર લીકને રોકવા માટે દેશમાં આ એન્ટી પેપર લીક કાયદો લાગુ કર્યો છે. સરકારે આજે મધરાતે આ કાયદાને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ કાયદાને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 નામ આપવામાં આવ્યું છે. UPSC, SSC, રેલવે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને NTA દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ આ કાયદાના દાયરામાં આવશે.
The Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 – the anti-paper leak law for examinations for central recruitment and entrance into central educational institutions, came into effect on Friday.
A gazette notification issued by the Ministry of Personnel, Public… pic.twitter.com/TMJhsDtcJ5
— ANI (@ANI) June 21, 2024
NET અને NEET પરીક્ષામાં ગરબડના સમાચાર બહાર આવ્યા બાદ દેશમાં ભારે હોબાળો મચી ગયો છે. આવી સ્થિતિમાં, NTAએ CSIR-UGC-NET પરીક્ષા પણ સ્થગિત (રદ્દ)કરી દીધી છે. NTAનું કહેવું છે કે, સંસાધનોની અછતને કારણે આવું કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 25 જૂનથી 27 જૂન વચ્ચે યોજાવાની હતી. આગામી તારીખ NTAની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ઝારખંડના હજારીબાગમાંથી પેપર લીક થવાની આશંકા
ગુજરાત અને બિહાર બાદ હવે ઝારખંડને લગતા NEET પેપર લીકના તાર જોડાઈ રહ્યા હોય તેવું લાગે છે. પટનામાં NEET પેપરની બળી ગયેલી પુસ્તિકા હજારીબાગ સેન્ટરમાંથી લીક થઈ હોવાની શંકા છે. EOU (ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ) એ બળી ગયેલી પુસ્તિકા સાથે મેચ કરવા NTA પાસેથી મૂળ પ્રશ્નપત્રની માંગણી કરી છે.
હવે જો ગેંગ પકડાય તો 1 કરોડનો દંડ
જો કોઈ વ્યક્તિ અથવા જૂથ સાથે મળીને આખી યોજના સાથે પેપર લીક કરે છે, તો 5-10 વર્ષની જેલ અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. જો કોઈ સંસ્થા પેપર લીકમાં સંડોવાયેલી હોય તો તેની મિલકતનો નાશ કરવાનો અને પરીક્ષાનો સમગ્ર ખર્ચ તે સંસ્થા પાસેથી વસૂલવાનો નિયમ છે. આ કાયદા હેઠળ આરોપીઓને જામીન આપવાની કોઈ જોગવાઈ નથી. ડીએસપી કે આસિસ્ટન્ટ કમિશનરથી નીચું હોદ્દો ધરાવતા કોઈપણ અધિકારી આ કાયદા હેઠળ તપાસ કરી શકતા નથી.
આ પણ જુઓ: નવા GST રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરાશે