ગુજરાતટોપ ન્યૂઝ

પેપર લીક કાંડ: 9 લાખ ઉમેદવારોના ભાવી સાથે ચેડાં કરનાર દંપતીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Text To Speech

પેપર લીક કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓ સયાજીગંજની અપ્સરા હોટેલમાં રોકાયા હતા. તથા પ્રદીપ નાયક અને નરેશ મોહંતી હોટેલમાં રોકાયા હતા. તેમાં પ્રદીપ નાયક ઓડિશા અને નરેશ મોહંતી સુરતનો રહેવાસી છે. રાત્રે નવ કલાકે બંને આરોપીઓ હોટલમાં રોકાવા આવ્યા હતા. જેમાં રૂમ નં. 4માં આરોપીઓ રોકાયા હતા. તથા 10.30 કલાકે બંને આરોપીઓ હોટેલ બહાર નીકળ્યા હતા.

આ પણ વાંચો: પેપર લીક કાંડ: આજની સત્ય ઘટના, સામાન્ય પ્રજાનું દર્દ અને એમનો અવાજ

ભાસ્કર અને તેની પત્ની રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરી

રેલવે સ્ટેશનથી બંને આરોપીઓને ATSએ ઝડપ્યા છે. જેમાં ફરવા ગયા હતા કે પેપર લેવા ગયા હતા તે માહિતી અકબંધ છે. તથા ATS આરોપીઓને લઈને સ્ટેક વાઇઝ ટેકનોલોજી પર પહોંચ્યા હતા. તેમજ અટલાદરા પહોંચી ભાસ્કર અને રિદ્ધિ ચૌધરીની ધરપકડ કરી છે. જેમાં પોલીસે DVR અને CCTV કબજે કર્યા છે. સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરી લીધી છે, જેઓએ રાત્રે પેપર ફોડી નાખ્યું હતુ. જુનિયર ક્લાર્કનું આ પેપર તેલંગાણાથી કંઇ રીતે લવાયું તે મામલે અનેક રાજ્યોમાં એટીએસે તપાસ હાથ ધરી છે. આ દંપત્તિ મૂળ બિહારનું છે અને ગુજરાતમાં પેપરો ફોડીને લાખો ઉમેદવારોનું ભાવિ ખરાબ કરી રહ્યું છે.

આ પણ વાંચો: પેપર લીક કાંડ: આજની સત્ય ઘટના, સામાન્ય પ્રજાનું દર્દ અને એમનો અવાજ

ઉમેદવારને પાસ કરાવવા માટે રૂપિયા 10થી 13 લાખ પડાવ્યા

CBIએ સૌથી મોટો ખુલાસો કર્યો છે કે ઉમેદવારને પાસ કરાવવા માટે રૂપિયા 10થી 13 લાખ પડાવ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા મૌકૂફ કરાઇ છે. જેમાં હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયુ છે. તેમાં હૈદરાબાદથી પેપર વડોદરા પહોંચ્યું હતું. જેમાં વડોદરામાં એક ક્લાસીસમાં પેપર પહોંચ્યું હતું. તેમાં સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટરમાં પેપર પહોંચ્યું હતું. જેમાં કોચિંગ સેન્ટરમાં ઉમેદવારોને પેપર સોલ્વ કરાવાનું હતું. તેમાં 40 જેટલા ઉમેદવારો પેપર સોલ્વ કરવા આવ્યા હતા. તથા  પેપર માટે રૂપિયા 12થી 15 લાખનો ભાવ નક્કી કરાયો હતો.

Back to top button