ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

પાપડ ખાનારાઓ સાવધાનઃ આ વીડિયો જોઈને પાપડ ખાવાનું જ બંધ કરી દેશો

Text To Speech
  • માત્ર પાપડ પર જીવન વિતાવનારા લોકો માટે જોવા જેવો વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જે જોઈ પાપડથી દૂર રહેશો 

HD ન્યૂઝ ડેસ્ક, 16 એપ્રિલ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા પાપડ બનાવતી જોવા મળી રહી છે. વીડિયો જોયા પછી બધા લોકો પાપડ ખાવાનું બંધ કરી દેશે અને પાપડથી દૂર રહેશે. સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થાય છે. મોટાભાગના વીડિયો લોકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે અને તે વાયરલ પણ થાય છે. આ સિવાય કેટલાક એવા વીડિયો પણ વાયરલ થાય છે જેમાં લોકો કેટલીક અજીબ ગતિવિધિઓ કરતા જોવા મળે છે. તમે બધાએ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આવા ઘણા વીડિયો જોયા હશે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર પાપડ બનાવવાની પ્રક્રિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમારા મનમાં સવાલો ઉભા કરી દેશે.

 

 

View this post on Instagram

 

A post shared by Kualuh Leidong (@kualuhleidong)

પાપડનો વીડિયો વાયરલ થયો હતો

પાપડ એક એવી વાનગી છે જે કોઈપણ ખોરાકનો સ્વાદ વધારે છે.  દાળ અને ચોખા સાથે પાપડની જોડી ખૂબ જામે છે. ભારતના લોકો પાપડ ખાવાનું ખૂબ પસંદ કરે છે. જો તમને પણ પાપડ ખાવાનું પસંદ છે તો તમારા માટે જ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલાએ તડકામાં બૈટર ફેલાવીને તેને થોડું સૂકવ્યું છે. આ પછી, પાપડને તડકામાં સંપૂર્ણપણે સૂકવતા પહેલા, તે તેને ગોળ આકારમાં કાપી રહી છે. આ માટે મહિલા કોઈ મશીન નહીં પરંતુ બાઉલનો ઉપયોગ કરી રહી છે. અને હા, બાઉલ પર દબાણ બનાવવા માટે, મહિલા તેના ગંદા પગથી દબાવી રહી છે. આ દરમિયાન મહિલાના ગંદા પગ પણ પાપડને અડે છે. પરંતુ તેને આ વાતની ચિંતા નથી. આ પછી પાપડને તડકામાં સારી રીતે સૂકવવા માટે ફેલાવવામાં આવે છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર kualuhleidong  નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, અત્યારસુધીમાં આ વીડિયોને 71 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “આ દાદીના હાથનું નહીં પરંતુ તેમના પગનું ખાવાનું છે.” અન્ય યુઝરે લખ્યું કે, “આજથી પાપડ ખાવાનું બંધ કરી દીધું.” તો ત્રીજા યુઝરે લખ્યું કે, “આજ પછી હું ક્યારેય પાપડ નહીં ખાઉં.

આ પણ જુઓ: પાણીપુરીને તો પાણીપુરી રહેવા દો, તેને મહેલની રાણી ન બનાવો! જૂઓ વીડિયો

Back to top button