‘પાપા, હું શ્વાસ નથી લઈ શકતો’ અભિનેતા ઝાયેદ ખાને યાદ કરી પુત્રની જીવલેણ સ્થિતિ, જૂઓ વીડિયો
- અભિનેતા ઝાયેદ ખાને પોતાના જીવનમાં આવેલી સૌથી મોટી મુશ્કેલી વિશે વાત કરી
મુંબઈ, 27 ઓકટોબર: ‘મૈં હું ના’, ‘દસ’ અને અન્ય ફિલ્મોમાં જોવા મળેલા પ્રસિદ્ધ બોલિવૂડ એક્ટર ઝાયેદ ખાને તાજેતરમાં જ પોતાના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. મેં હૂં નામાં ઝાયેદ સાથે જોવા મળેલી તેની સહ-અભિનેત્રી અમૃતા રાવ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અભિનેતા તે સમય વિશે વાત કરતા જોવા મળે છે જ્યારે તેના પુત્રને ત્રણ વર્ષની ઉંમરે જીવલેણ બીમારી હોવાનું જાણવા મળ્યું હતું.
જૂઓ અભિનેતાનો વીડિયો
View this post on Instagram
અભિનેતા ઝાયેદ ખાને શું કહ્યું?
એક્ટર ઝાયેદ ખાને કહ્યું કે, “મારા મોટા પુત્ર ઝિદાનને ત્રણ વર્ષની ઉંમરે ક્રોપ ઈન્ફેક્શન નામની બીમારી થઈ હતી. તે શ્વાસની બીમારી છે જે એલર્જીને કારણે શ્વાસનળીને અસર કરે છે. તેને ખૂબ જ ખરાબ એટેક આવ્યો હતો. તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘પાપા, મને મદદ કરો, હું શ્વાસ લઈ શકતો નથી’ અને હું ઝિદાનને આ જીવલેણ હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં એક નર્સ અમને જોઈ રહી હતી અને તે માથું હલાવતી હતી કે તેને ખબર નથી કે ઝિદાન બચશે કે નહીં. હું ઝિદાનને જોઈ શકતો હતો, તે શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.”
અભિનેતાએ ઉમેર્યું કે, “તમે જાણો છો, બાળક ગુમાવવા કરતાં વધુ મુશ્કેલ કંઈ નથી અને હું એવું કહી રહ્યો હતો કે, ભગવાન, તમે આમ કરી શકતા નથી. રાત્રે 2 વાગ્યાથી 8:30-9:00 વાગ્યા સુધી હોસ્પિટલમાં હતા અને સ્ટેરોઇડ્સે ઝિદાન પર કામ કરવાનું શરૂ દીધું હતું, અને તેને સર્જરી માટે જવું પડ્યું ન હતું, તેથી પાંચ વર્ષની ઉંમરેથી મેં તેને પાર્કૌર, તાઈકવૉન્ડો, જિમ્નેસ્ટિક્સમાં સામેલ કર્યો.
ઝાયેદ ખાનનું અંગત જીવન
ઝાયેદ અને મલાઈકા પારેખે 2005માં લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રો છે, જેનો જન્મ 2008 અને 2011માં થયો હતો. 2008માં, ખાને તેમના પ્રથમ પુત્રના જન્મ પછી ધૂમ્રપાન છોડી દીધું, જેથી તેમના બાળકો કોઈ ખરાબ ટેવો ન અપનાવે.
આ પણ જૂઓ: CID નાના પડદે પરત ફરી! વર્ષો જૂની મિત્રતા ભૂલીને અભિજીતે દયા પર કર્યું ફાયરિંગ, જૂઓ પ્રોમો