પાંથાવાડા પોલીસે અમદાવાદ CID ક્રાઇમની ગાડીમાંથી 294 દારૂ બોટલો સાથે ડ્રાઇવર કોન્સ્ટેબલની ધરપકડ કરી


બનાસકાંઠાઃ પાંથાવાડા વાઘોર ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે સીઆઇડી ક્રાઇમની બોલેરોમાંથી રાજસ્થાનથી લવાતો દારૂ પકડી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના સરકારી ગાડી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલ વિષ્ણુભાઈ ચૌધરીએ તેમના નાયબ પોલીસ અધિક્ષક લાંબી રજા પર હોવાથી ગાડી લઈને નીકળી પડ્યા હતા.
પાંથાવાડા પોલીસે રાત્રીના પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘોર ચાર રસ્તા મુકામે CID ક્રાઇમ અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવરની ગાડીમાં તપાસ હાથ ધરી હતી. પૂછપરછ જાણ થઈ હતી કે, ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેઓના નાયબ પોલીસ અધીક્ષક લાંબી રજા પર હોવાથી દરમિયાન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષકની નજર ચૂકવી સરકારી બોલેરો ગાડી નં GJ 18 G 5698માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન ગયા હતા અને ત્યાંથી દારૂ ભરીને લાવ્યાં હતા. પોલીસે સરકારી બોલેરો ગાડીમાંથી પાંથાવાડા પોલીસે દારુની 294 બોટલો જેની કિંમત 1.21 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ
- વિષ્ણુભાઇ હરીભાઇ ચૌધરી, CID ક્રાઇમ અમદાવાદની સરકારી ગાડીના ડ્રાઇવર, રહે. વણાગલા તા. ઉંઝા
- જયેશભાઇ નારણભાઇ ચૌધરી, રહે. વણાગલા તા. ઉંઝા