ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

‘ભારત માટે પન્નુ મોસ્ટ વોન્ટેડ, અમેરિકા માટે વિકાસ યાદવ’ આતંકવાદ પર USનું બેવડું વલણ?

  • અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને વકીલ અને રાજકીય કાર્યકર્તા ગણાવ્યો

નવી દિલ્હી, 19 ઓક્ટોબર: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવા બદલ અમેરિકાએ RAWના ભૂતપૂર્વ અધિકારીને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે. આ એ જ પન્નુ છે, જે ભારત માટે મોસ્ટ વોન્ટેડ છે. હકીકતમાં, અમેરિકાનું અસલી ચરિત્ર એવું છે કે, તે બીજા દેશોના આતંકવાદીઓને પોતાના નાગરિક ગણાવીને રક્ષણ આપે છે અને બીજા દેશોમાં ઘુસીને પોતાના આતંકવાદીઓને મારી નાખે છે અને કહે છે કે, તેણે પાકિસ્તાન, ઈરાક, સીરિયા, યમન અને લેબનોનમાં ઘૂસીને માનવતાના દુશ્મનો મારી નાખે છે, પરંતુ અમેરિકા અન્ય દેશોને કહે છે કે, તે પોતાના નાગરિકોને આતંકવાદી ન માની શકે અને અમેરિકા આજે ભારત સાથે આવું જ કરી રહ્યું છે.

ભૂતપૂર્વ RAW અધિકારી વિકાસ યાદવ અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસમાં મુખ્ય કાવતરાખોર ગણાવતા અમેરિકાની સુરક્ષા એજન્સી FBIએ ભારતની ગુપ્તચર સંસ્થા RAWના ભૂતપૂર્વ અધિકારીને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે. એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેના ઉપર લખેલું છે, WANTED BY The FBI, એટલે કે FBI આ વ્યક્તિને શોધી રહી છે. FBIએ આ ભૂતપૂર્વ RAW અધિકારીનું નામ વિકાસ યાદવ જાહેર કર્યું છે અને તેનું કોડ-નેમ અમાનત છે, જેમાં વિકાસ યાદવની કુલ 3 તસવીરો પોસ્ટ કરવામાં આવી છે, જેમાંથી એકમાં તે આર્મી યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર મુજબ, વિકાસ યાદવ હરિયાણાના રેવાડી જિલ્લાનો રહેવાસી છે અને તેની ઉંમર 39 વર્ષની છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, વિકાસ યાદવ એ વ્યક્તિ છે જેણે અમેરિકન ધરતી પર ભારતીય મૂળના વકીલ અને રાજકીય કાર્યકર્તાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

બીજી બાજુ અમેરિકાએ આમાં ખાલિસ્તાની સમર્થક પન્નુનું નામ નથી લખ્યું અને તેને વકીલ-રાજકીય કાર્યકર્તા કહીને તે એક સાદો નાગરિક હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે તે એ જ ગુરપતવંત સિંહ પન્નુ છે, જેમને ભારતે આતંકવાદી જાહેર કર્યો છે. છે. આવી સ્થિતિમાં, FBIને પ્રશ્ન એ છે કે, જો તે ભૂતપૂર્વ RAW અધિકારીને તેનું નામ લખીને અને તેના ફોટોગ્રાફ્સ મૂકીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરી શકે છે, તો તે તેમાં ખાલિસ્તાની સમર્થક પન્નુનું નામ કેમ ન લખી શકે?

વિકાસ યાદવ પર બે મોટા આરોપો

પોસ્ટરમાં વિકાસ યાદવ પર બે મોટા આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં પહેલો આરોપ એ છે કે તેણે પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે તેણે પન્નુ સાથે જોડાયેલી તમામ માહિતી તે વ્યક્તિને મોકલી હતી જેણે તેને મારવા માટે શૂટર હાયર કર્યો હતો અને બીજો આરોપ છે કે, આ ષડયંત્ર માટે તેણે મની લોન્ડરિંગનો ગુનો પણ આચર્યો હતો અને શૂટરને 15 હજાર ડૉલર રોકડ પહોંચાડવા માટે ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો હતો. આ જ પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, ન્યૂયોર્કની એક કોર્ટે વિકાસ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે અને તેના આધારે વિકાસ યાદવ હવે FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ છે.

આ રીતે સમજો અમેરિકાનું અસલી પાત્ર

અમેરિકા એવા આતંકવાદીઓને રક્ષણ આપે છે જેમને તેના કે તેના સહયોગી દેશોમાં આશ્રય મળે છે, પરંતુ જે આતંકવાદીઓને તેની એજન્સીઓ આતંકવાદી માને છે, તેવા આતંકવાદીઓને અમેરિકા અન્ય દેશોમાં ઘુસીને પણ મારી નાખે છે. ઉદાહરણ તરીકે, પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન, કાબુલમાં અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી, બગદાદમાં ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાની અને યમનમાં આતંકવાદી અનવર-અલ-અવલાકી અને આવા ઘણા લોકોને અમેરિકન આર્મીએ અન્ય દેશોમાં ઘૂસીને મારી નાખ્યા અને મહત્ત્વપૂર્ણ છે કે, આ આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં હજારો નિર્દોષ લોકો પણ માર્યા ગયા, પરંતુ અમેરિકા તેમના પર મૌન રહ્યું. આજે જ્યારે અમેરિકામાં ભારતીય ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે અમેરિકાએ આ બાબતને પોતાની સુરક્ષા સાથે જોડીને ભારતના RAWના એક પૂર્વ અધિકારીને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે, જ્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વિકાસ યાદવે ઘણા સમય પહેલા RAW છોડી દીધું છે અને સરકાર સાથે તેમનો કોઈ સંબંધ નથી.

આ પણ જુઓ: પ્રતિબંધિત સંગઠન PFIના 13 હજારથી વધુ સક્રિય સભ્યો, ભારત વિરુદ્ધ રચે છે ષડયંત્ર, EDનો મોટો ધડાકો

Back to top button