ટ્રેન્ડિંગમનોરંજન

પંકજ ત્રિપાઠીએ મેં અટલ હું-નું પોસ્ટર શેર કર્યુંઃ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર

  • પંકજ ત્રિપાઠીએ ફિલ્મ ‘મેં અટલ હું’ના કેટલાક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આમાં તેઓ અટલ બિહારી વાજપેયીની જેમ ઊભા રહીને વિચારતા જોઈ શકાય છે.

પંકજ ત્રિપાઠીની ફિલ્મ મેં અટલ હુંની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં પંકજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવવાના છે. દર્શકો ફિલ્મ જોવા આતુર છે. દરમિયાન, નિર્માતાઓએ એ પણ જણાવ્યું છે કે તેઓ ક્યારે થિયેટરમાં આ ફિલ્મને નિહાળી શકશે.

ક્યારે થશે ફિલ્મ રિલીઝ

પંકજ ત્રિપાઠીએ ફિલ્મ ‘મેં અટલ હું’ના કેટલાક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આમાં તેઓ અટલ બિહારી વાજપેયીની જેમ ઊભા રહીને વિચારતા જોઈ શકાય છે. તેઓ તેમની ઓફિસમાં ઊભા રહીને બારી બહાર જોઈ રહ્યા છે. એક તસવીરમાં તેઓ આંગળી ઉંચી કરીને કંઈક કહી રહ્યા છે, જ્યારે બીજી તસવીરમાં ચહેરા પર ગંભીર હાવભાવ સાથે કંઈક વિચારે છે.

 

View this post on Instagram

 

A post shared by Pankaj Tripathi (@pankajtripathi)

તસવીરો કરી સોશિયલ મીડિયા પર શેર

તસવીરો શેર કરતી વખતે પંકજ ત્રિપાઠીએ લખ્યું, ‘સોનાનું હૃદય, લોખંડનું શરીર, એક કમાલના કવિ. નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા. શ્રી અટલ બિહારી વાજપેયીની કહાણી જુઓ. ‘મેં અટલ હું’ 19મી જાન્યુઆરીએ થિયેટર્સમાં આવી રહી છે.
ફિલ્મના પોસ્ટર જોઈને અને રિલીઝ ડેટ જોઈને ચાહકોખુશ થઈ ગયા છે. ઘણા યુઝર્સે પંકજ ત્રિપાઠીની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે.  આ ફિલ્મ માટે અભિનેતાની મહેનત પોસ્ટર પરથી જ દેખાય છે. ભૂતપૂર્વ વડા પ્રધાનના પાત્રમાં આવવા માટે, તેમણે તેમના લુકમાં ખૂબ ફેરફાર કર્યા છે. થોડા સમય પહેલા આ ફિલ્મના શૂટિંગ દરમિયાન લીધેલા ખાસ ડાયટ વિશે પણ જણાવ્યું હતું.

પંકજ ત્રિપાઠીએ મેં અટલ હુંનું પોસ્ટર શેર કર્યુઃ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર Hum dekhenge news

પંકજ ત્રિપાઠીએ લીધું ખાસ ડાયટ

પંકજ ત્રિપાઠી પોતાના રોલને ન્યાય આપવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં 60 દિવસ સુધી ફક્ત અને ફક્ત મારા હાથથી બનાવેલી ખીચડી ખાધી હતી. હું જ્યારે ખીચડી બનાવું છું ત્યારે તેમાં કોઈ મસાલા કે તેલ નાંખતો નથી. માત્ર સિમ્પલ દાળ-ચોખા અને લોકલ શાકભાજીનો જ ઉપયોગ કરુ છું. પંકજ ત્રિપાઠીએ હેલ્થ અને ફિટનેસ વિશે વધુ વાત કરતા જણાવ્યું કે જ્યારે હું યંગ હતો ત્યારે એક સમોસુ ખાઈને પણ ચલાવી લેતો હતો, પરંતુ હવે મારે સાત્વિક ભોજનની જરૂર પડે છે, જેથી મારી સિસ્ટમ યોગ્ય રહે.

આ પણ વાંચોઃ વિક્કી કૌશલે સેમ બહાદુર અને એનિમલના ક્લેશ પર આપ્યો મજેદાર જવાબ

Back to top button