મનોરંજનના નામ પર કંઈ પણ બકવાસ કરશો? સમય રૈના અને રણવીરનો પંકજ ત્રિપાઠીએ ઉધડો લીધો


મુંબઈ, 15 ફેબ્રુઆરી 2025: સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ઈંડિયાઝ ગોટ લેટેન્ટને લઈને શરુ થયેલો વિવાદ હવે સતત વધી રહ્યો છે. સમય રૈના, રણવીર અલ્લાહબાદિયા સહિત કેટલાય અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ચુકી છે. રણવીર અલ્લાહબાદિયાએ વિવાદસ્પદ ટિપ્પણીઓના સંબંધમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદથી રાહતની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. આ દરમ્યાન કેટલીય બોલીવુડ હસ્તીઓ પણ આ મુદ્દા પર રિએક્શન આપી રહી છે. કેટલીય સેલિબ્રિટી રણવીર અલ્લાહબાદિયાની પેરેન્ટ્સ પર કરેલી ટિપ્પણીથી નારાજ દેખાઈ રહ્યા છે. હવે આ મામલા પર પંકજ ત્રિપાઠીએ પણ પોતાનો મત જણાવ્યો છે.
સેંસિબિલિટી ક્યાં ગઈ?
પંકજ ત્રિપાઠીએ સ્ક્રીન સાથે ઈન્ટરવ્યૂ દરમ્યાન આ મુદ્દા પર પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ ઈન્ટરનેટની દુનિયા છે અને સૌ કોઈનો મત હોય છે. ઈન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં ઘણા લોકો અચાનક ફેમસ થઈ જાય છે.નામ અને શોહરત મળી જાય છે, પણ અહીં સેંસિબિલિટી ક્યાં છે? આ લોકો પાસે સાહિત્યનું જ્ઞાન અથવા સામાજિક વ્યવહાર જેવી જરુરી ઈંટેલિજન્સ છે? સૌ કોઈને, જે પણ આ સમાજમાં રહે છે, તેમને સંસ્કૃતિ અને સોશિયલ વેલ્યૂને જાણવાની જરુર છે.
મનોરંજનના નામ પર કંઈ પણ કહેશો?
પંકજ ત્રિપાઠીએ આગળ કહ્યું- જો કોઈ ક્લિયર સેંસરશિપ નથી તો તેનો જરાં પણ એવો મતલબ નથી કે આપ મનોરંજનના નામ પર કંઈ પણ કહી દેશો. બકવાસ બોલીને મજા લેવી ઠીક છે, પણ બકવાસ બોલીને ધમંડ દેખાડવો જરાં પણ ઠીક નથી. તેનાથી પણ વધારે જરુરી વાત એ છે કે, આપની બકવાસ પણ નિરર્થક ન હોવી જોઈએ. આ બધી વસ્તુઓને મહત્વ આપવું જોઈએ. વાયરલ કોઈ પણ થઈ શકે છે, આ વાયરસ બીમારીની માફક થોડા દિવસ રહેશે અને પછી ગાયબ થઈ જશે અને આપણે આગળ વધી જઈશું.
જોઈ વિચારીને બોલવું જોઈએ
પંકજ ત્રિપાઠીએ તેની સાથે કહ્યું કે, સફળતા કેવી હોય છે, એ ઘણી બધી વાતો પર નિર્ભર કરે છે. જો કે હું આ બધી વસ્તુઓ પર દલીલો કરી નથી કરી રહ્યો કે કોણ સાચું છે અને કોણ ખોટું. પણ આપની પાસે શબ્દોની તાકાત છે, તો જે પણ કહી રહ્યા છો, તેને સમજો. કારણ કે લોકો તેનાથી પ્રભાવિત થાય છે. તમારે બહુ જવાબદારી અને ધ્યાનથી કોઈ વાત બોલવી જોઈએ.
આ પણ વાંચો: મહાકુંભમાં સ્નાન કરી પરત ફરી રહેલા લોકો સાથે ભયંકર અકસ્માત, બોલેરો અને બસની અથડામણમાં 10 લોકોના મૃત્યુ