ગોલગપ્પા જેને આપણે પાણીપુરી પણ કહીએ છીએ તેનો સ્વાદ કોને પસંદ ન હોય. આપણા દેશના સૌથી મનપસંદ સ્ટ્રીટ ફૂડમાંથી તે એક છે. પરંતુ અનેક લોકો એવા છે કે ડાયટ પ્લાનના ચક્કરમાં પાણીપુરી ખાતા હજાર વાર વિચાર કરે છે. પણ જો અમે તમને એમ કહીએ કે પાણીપુરી ખાવાથી તમારું વજન ઓછું થશે તો તમે કદાચ ચોંકી જશો. પરંતુ આ સાચુ છે. વાત જાણે એમ છે કે શરીરની એકસ્ટ્રા ફેટ ઓછી કરવામાં પાણીપુરી ખુબ મદદ કરે છે. વિગતવાર જાણો.
પાણીપુરી ખાવાથી ભૂખ નહીં લાગે : મોટાપાથી પીડિત લોકો માટે પાણીપુરી એક હેલ્ધી ઓપ્શન બની શકે છે. જો તમે ડાયટ પર છો અને જલદી વજન ઓછું કરવા માંગો છો તો 6 પાણીપુરીની ફક્ત એક પ્લેટ તમારું વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. તમને તો ખબર જ હશે કે ગોલગપ્પાનું પાણી કેટલું ચટપટું અને તીખુ હોય છે. આથી તેની પાણીપુરી ખાધા બાદ કલાકો સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
ઘરની પાણીપુરી જ ખાઓ : અનેક ડાયેટિશિયન ભલામણ કરે છે કે પાણીપુરી વજન ઘટાડવામાં ત્યારે જ મદદ કરી શકે છે જ્યારે તમે તે ઘરે બનાવીને ખાઓ. ઘરે તમે ઘઉની પુરીઓ તૈયાર કરી શકો છો અને તેને ઓછા તેલમાં તળી શકો છો. આ સાથે જ તમે મીઠા પાણીની જગ્યાએ જીરા કે જલજીરા પાણીનો ઉપયોગ કરી શકો છો.
પાણીપુરીના પાણીના છે અનેક ફાયદા : ઘર પર તૈયાર કરવામાં આવેલા ગોલગપ્પા એટલે કે પાણીપુરીના પાણીના અનેક ફાયદા છે. જો તમે ફૂદીનો, જીરું અને હિંગથી પાણી તૈયાર કરશો તો તે તમારા પાચન માટે સારું રહેશે. તેમાં તમે કોથમીરના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો જે શરીરમાં સોજા રોકે છે. હિંગ મહિલાઓના પીરિયડના દર્દને ઓછું કરે છે. જીરું પાચનમાં મદદ કરે છે. પાણીપુરીના પાણીમાં પાચનના અનેક ગુણો હોય છે.
આ વાતનું પણ ધ્યાન રાખો : પાણીપુરીમાં મીઠી ચટણી ખાવાથી બચો કારણ કે તમારા મોટાપા માટે ગળ્યું મોટાભાગે જવાબદાર રહે છે. જો તમે ડાયટ પ્લાન પર છો તો શુગર બિલકુલ ન લો અથવા તો શુગર ફ્રીનો ઉપયોગ કરો. પાણીપુરીમાં મીઠા પાણીની જગ્યાએ ખાટું કે ફૂદીનાનું પાણી નાખીને ખાવાની કોશિશ કરો. જેમાં હિંગ, અજમો અને જીરાનો પણ ઉપયોગ કરો. સૂજીથી બનેલા ગોલગપ્પાથી અંતર જાળવવાનો પ્રયત્ન કરો અને ઘઉના લોટના ગોલગપ્પા ખાઓ.