દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. બંને કેસ કેરળમાં જ જોવા મળ્યા છે. આ માણસને લક્ષણો દેખાતા કન્નુરની પરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે આ વાતની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ વિદેશથી મેંગલુરુ એરપોર્ટ પહોંચ્યો હતો.
India reports second confirmed Monkeypox case from Kerala
Read @ANI Story | https://t.co/mg9QWF69xu#monkeypox #Kerala #MonkeypoxVirus pic.twitter.com/2hCOdo6axF
— ANI Digital (@ani_digital) July 18, 2022
કેરળના આરોગ્ય વિભાગે રાજ્યના તમામ પાંચ એરપોર્ટ પર દેખરેખ વધારી દીધી છે. જ્યારે તે વ્યક્તિ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તપાસ દરમિયાન તેને લક્ષણો દેખાયા, ત્યારબાદ તેને સીધો હોસ્પિટલ મોકલવામાં આવ્યો. મંકીપોક્સનો પહેલો કેસ કેરળમાં પણ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ યુએઈથી પરત ફર્યો હતો. તેના સંપર્કમાં આવેલા ટેક્સી ડ્રાઈવરો, પરિવારના સભ્યો અને સહ-યાત્રીઓને પણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
તમિલનાડુમાં બાળકનો રિપોર્ટ નેગેટિવ
વિજયવાડામાં એક બાળકમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. રાહતની વાત એ હતી કે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ છતાં તેના સંપર્કમાં આવેલા લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.