મુંબઈ, 6 સપ્ટેમ્બર : ભારતીય શેરબજારમાં આજે ધીમી શરૂઆત થઈ હતી. બંને સૂચકાંકો આજે ઘટાડા સાથે ખુલ્યા હતા. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 233.98 પોઈન્ટ ઘટીને 81,967.18 પર છે; નિફ્ટી 60 પોઈન્ટ ઘટીને 25,085.10 પર આવી ગયો હતો. પરંતુ થોડા સમય પછી બંને સૂચકાંકોમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને સેન્સેક્સ 850 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 150 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. હાલમાં પણ બજારમાં સેન્સેકસમાં 900 પોઈન્ટ આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ શેરોમાં સૌથી વધુ નફો અને નુકસાન છે
LTIMindtree, Bajaj Finance, Bajaj Finserv, IndusInd Bank અને Wipro નિફ્ટી 50 પર ટોપ ગેનર્સમાં હતા. જ્યારે SBI, કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ONGC અને NTPC આજે 6 સપ્ટેમ્બર 2024ના રોજ ખોટમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી મૂડીના નવા ઉપાડ વચ્ચે શુક્રવારે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારો ઘટ્યા હતા. સેન્સેક્સની લિસ્ટેડ 30 કંપનીઓમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટાઈટનના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં વધારો થયો હતો.
આ પણ જૂઓ: ચશ્મા પહેરવાથી મળશે રાહત! આ eye dropને DCGI તરફથી મળી મંજૂરી
એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, જાપાનનો નિક્કી-225 અને હોંગકોંગનો હેંગસેંગ ખોટમાં હતો. ગુરુવારે અમેરિકન બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.07 ટકા ઘટીને US$72.64 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ગુરુવારે મૂડીબજારમાં વેચનાર હતા અને તેમણે રૂ. 688.69 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.