ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં એમોનિયા ગેસ લીક થવાથી ખળભળાટ, પાંચ લોકો હોસ્પિટલમાં દાખલ

Text To Speech
  • એન્નોરમાં ગેસ લીક ​​થતા આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ જતા લોકોમાં ભયનો માહોલ
  • એમોનિયા ગેસના સંપર્કમાં આવતા પાંચ લોકોને અસ્વસ્થતા અનુભવાઇ, હોસ્પિટલમાં દાખલ

તમિલનાડુ, 27 ડિસેમ્બર : તમિલનાડુના એન્નોરમાં એમોનિયા ગેસ લીક ​​થયાની ઘટના બની છે. એન્નોરના સબ-સી(sub-c) પાઇપમાં આ ગેસ લીક ​​થયો હતો. એમોનિયા ગેસ લીક ​​થતાં જ આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ગેસ લીકેજ થોડા સમય બાદ કાબુમાં આવી ગયો હતો. જે જગ્યાએથી ગેસ લીક ​​થયો હતો તે જગ્યાએ રીપેરીંગ કરીને ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એમોનિયા ગેસના સંપર્કમાં આવતા પાંચ લોકોને અસ્વસ્થતા અનુભવાઈ હતી, જે પછી તેઓને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ હવે સ્વસ્થ છે.

ઘટનાને લઈને DIG વિજયકુમારે શું જણાવ્યું ?

 

આવડીના જોઈન્ટ કમિશનર, ડીઆઈજી વિજયકુમારે ટ્વીટ કરીને લખ્યું કે, “ગભરાવાની જરૂર નથી. ગેસ લીકેજ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. એન્નોરમાં વધુ ગેસ (એમોનિયા) લીક થશે નહીં. તબીબી અને પોલીસની ટીમો ઘટનસ્થળે હાજર રહેલી છે.”

અધિકારીઓએ કંપનીના પ્રોડક્શન હેડને ટાંકીને જણાવ્યું હતું કે, “ગેસ લીક થયાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચીને ગેસના લીકેજને ઠીક કરવામાં આવ્યું હતું. લીકને કારણે તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી અને પાંચ લોકોએ અસ્વસ્થતા અનુભવી હતી જેથી તેમને આરોગ્ય સુવિધા માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓ હવે ઠીક છે”

આ પણ જુઓ :દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસ પાછળ વિસ્ફોટના સમાચાર, પોલીસ સર્ચ ઓપરેશનમાં લાગી

Back to top button