પંડ્યાનો કિલર લુક, અર્શદીપનો સ્વેગ… ગ્વાલિયર T20 પહેલા ભારતની જોરશોરથી તૈયારી
- બાંગ્લાદેશને ટેસ્ટ સિરીઝમાં હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે ટી-20 સિરીઝમાં રમતી દેખાશે
નવી દિલ્હી, 5 ઓકટોબર: બાંગ્લાદેશને ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ બાદ ભારતીય ટીમ હવે ટી-20 સિરીઝમાં રમતી જોવા મળશે. આ T20 સિરીઝ અનુક્રમે તારીખ 6, 9 અને 12 ઓક્ટોબરના રોજ ગ્વાલિયર, દિલ્હી અને હૈદરાબાદમાં રમાશે. આ સિરીઝની પ્રથમ T20 મેચ ગ્વાલિયરમાં નવા બનેલા શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કરતો વીડિયો શેર કર્યો છે. આ ઉપરાંત હાર્દિક પંડયા દ્વારા પણ પ્રેક્ટિસ સેશનની તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં જોઈ શકાય છે કે, ભારતીય ટીમ આ સિરીઝ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે.
BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, મયંક યાદવ, હર્ષિત રાણા સહિત ઘણા ક્રિકેટ પ્લેયર્સ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે.
જૂઓ વીડિયો
Gearing 🆙 in Gwalior with radiant rhythm and full flow 👌👌 #TeamIndia hone their fielding skills ahead of the #INDvBAN T20I series opener 🙌@IDFCFIRSTBank pic.twitter.com/RjbUb7scXe
— BCCI (@BCCI) October 4, 2024
Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3
— BCCI (@BCCI) October 4, 2024
હાર્દિક પંડયાએ શેર કરી પોતાની તૈયારીની તસવીરો
હાર્દિક પંડ્યા ખૂબ જ ગંભીરતાથી પ્રેક્ટિસ કરતો જોવા મળી રહયો છે. એક પ્રસંગે તે બોલિંગને બદલે ડમી ફિલ્ડિંગ ગોઠવતો પણ જોવા મળ્યો હતો. જે વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે. આ સમય દરમિયાન પંડ્યાએ નેટ સેશનમાં લાંબા સમય સુધી બોલિંગ કરી હતી. આ ઉપરાંત પંડયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોરદાર તૈયારી કરતો જોવા મળે છે.
Ready to go 🇮🇳 pic.twitter.com/4ESnNdvJxF
— hardik pandya (@hardikpandya7) October 4, 2024
પંડ્યા આ સિરીઝમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. પંડ્યા છેલ્લે ભારત તરફથી શ્રીલંકા સાથેની T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો અને ત્યારબાદ અંગત કારણોસર તે વનડે સિરીઝમાં રમી શક્યો ન હતો. જો કે છેલ્લા 15 વર્ષમાં બંને દેશો વચ્ચે 14 T20 મેચ રમાઈ છે. જેમાં બાંગ્લાદેશની ટીમ માત્ર એક જ વાર જીતી શકી છે.
આ પણ જૂઓ: ઓલિમ્પિક સ્ટાર મનુ ભાકરનું ડેબ્યૂ, મતદાન કેન્દ્ર પર પરિવાર સાથે પહોંચીને આપ્યો મત