સુરતમાં પંડોખર સરકારનું ‘પાખંડ’ ! ગર્ભવતી મહિલા પાસેથી 31 હજાર લઈ….
સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી પંડોખર સરકાર તરીકે જાણીતા થયેલા બાબાનું આગમન થયું છે. સુરતમાં બાબા પંડોખર લોક દરબારનું આયોજન કરાયું હતું, પરંતુ બાબા બાગેશ્વર જેવી ભીડ ન મળતા હવે આ લોક દરબાર ખાનગી બંગલે જ આયોજિત કરી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે બાબા બાગેશ્વર જેવી રીતે પરચા લખે છે, તેવી જ રીતે પંડોખર સરકાર પરચા લખે છે અને પંડોખર સરકાર બાબા બાગેશ્વર થી પણ જુના પરચા વાલા બાબા છે.
ગર્ભવતી મહિલા પાસેથી 31 હજાર લઈ…
એક માતા પોતાની પ્રેગનેન્ટ દીકરીને લઈને છેલ્લા બે દિવસથી સવારથી સાંજ ટોકન લઈને બેસી રહ્યા હતા અને 31 હજાર રૂપિયા ભર્યા હતા તેમ છતાં પણ પંડોખર મહારાજના સિક્યુરિટી કર્મીઓ કે સેવકો અમને કોઈ ભાવ દેતું નહોતું કારણ કે તેમની કોઈ ઓળખાણ હતી નહીં. પોતાના ઘરની સમસ્યા નું સમાધાન મેળવવા આવેલા આ માતા અને દીકરીને સાંભળનાર કોઈ નહોતું.
સુરતના હિન્દી વાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પંડોખર સરકારનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં બાબા બાગેશ્વર જેવી ભીડ એકઠી કરવામાં નિષ્ફળતા હાથ મળી હતી. ત્યારે સુરતમાં બાબા ની મુલાકાત કરવાના ચાર્જ પેટે 11,000 થી 51 હજાર રૂપિયા ની રકમ જે લોકો પાસેથી લેવામાં આવી છે, તે લોકોને ડુમસના એક ફાર્મ હાઉસમાં બાબા મળી રહ્યા છે. પરંતુ વીઆઈપીઓના જમાવડાને કારણે પોતાની તકલીફો પંડોખર બાબાને સંભળાવવા માટે પૈસા ચૂકવીને રાહ જોતા લોકોનો પરચો ખોલવાનો વારો આવી રહ્યો નથી.