ગુજરાતટ્રેન્ડિંગ

પંચમહાલ: પુરવઠા વિભાગે ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે સપાટો બોલાવ્યો

Text To Speech
  • સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખા અને ખાંડ સહિતની વધઘટ
  • 6 સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો
  • મોકૂફ કરાયેલા તમામ દુકાનદારોને 32,61,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓના હક્કનું અનાજ બારોબારો વેચી કાળા બજારી કરનાર અને અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફરી એકવાર લાલ આંખ કરવામાં આવી છે.

6 સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો

પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે સપાટો બોલાવ્યો હતો. જિલ્લાની 14 સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે. તેમજ 6 સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો છે. આ સિવાય રદ અને મોકૂફ કરાયેલા તમામ દુકાનદારોને 32,61,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખા અને ખાંડ સહિતની વધઘટ

થોડા સમય પહેલાં જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી. મકવાણા તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા શહેરા અને મોરવાહડફ સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખા અને ખાંડ સહિતની વધઘટ તેમજ અન્ય કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી. આ તપાસ બાદ ગેરરીતિ કરનાર સામે પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 14 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રદ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી મામલે ચોંકાવનારો ખુલાસો

Back to top button