પંચમહાલ : રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરા, સ્થાનિકોમાં ભયનો માહોલ
પંચમહાલના મોરવાહડફના ડાંગરીયા ગામે રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગઈ કાલે મોડી રાત્રે ડાંગરીયા ગામના નિશાળ ફળિયામાં દિપડો લટાર મારતો જોવા મળ્યો હતો.
રહેણાંક વિસ્તારમાં દિપડાની લટાર
જંગલમાંથી કેટલીક વાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. અનેક વખત આવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાંથી સામે આવી છે. પંચમહાલના મોરવાહડફના ડાંગરીયા ગામે રહેણાક વિસ્તારમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
અગાઉ દિપડાના આતંકની ઘટના આવી હતી સામે
પંચમહાલના વિવિધ વિસ્તારોમાં જંગલમાંથી જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. અને તેમના દ્વારા કેટલીક વખત માણસો પર હુમલો કરવાની ઘટના પણ સામે આવતા હોય છે. લગભગ 9 મહિના પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ એક ગામમાં રાત્રે માતાના ખોળામાં સ્તનપાન કરી રહેલ બાળકને દિપડો ખેંચી જવાની ચકચારી ઘટના સામે આવી હતી. આમ પંચમહાલમાં જંગલ વિસ્તારની નજીક રહેતા લોકોને આવા જંગલીપ્રાણીઓને હંમેશા ભય રહેતો હોય છે.
આ પણ વાંચો : મે મહિનાની ઠંડીએ તોડ્યો 36 વર્ષનો રેકોર્ડ, મેની શરુઆતમાં ફેબ્રુઆરી જેવો અહેસાસ