પંચમહાલ : પાવાગઢ દર્શને આવતાં દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત, 10 વ્યાકિતઓ ઈજાગ્રસ્ત


યાત્રાધામ પાવાગઢના માંચી રોડ પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બોલેરો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બોલેરોમાં સવાર 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.
પાવાગઢ દર્શને આવતાં દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત
છોટાઉદેપુરનાં કવાંટથી પાવાગઢ દર્શન માટે આવતાં દર્શનાર્થીઓને પાવાગઢ માંચી રોડ પર અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. આજે યાત્રાધામ પાવાગઢમાં આવેલા માંચી માર્ગ પર એક બોલેરો ગાડી પલટી મારી ગઈ ગઈ હતી. આ બોલેરો ગાડીમાં આશરે 12 જેટલા લોકો સવાર હતા. ગાડી પલટી મારતા 10 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ ઘટનામા હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
ગાડી પલટી ખાઈ જતા 10 લોકો ઘાયલ
અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં ગાડીમાં સવાર 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.
પોલીસ કાફલો ઘટના સ્થળે
આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પાવાગઢ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમા હીટ એન્ડ રનનો વધુ એક બનાવ,બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધા