ગુજરાતમધ્ય ગુજરાત

દેવગઢ બારીયામાં પાનમ નદીમાં પૂર આવ્યું, ટ્રેકટર સહિત બે લોકો ફસાયા, દિલધડક રેસ્ક્યૂ

Text To Speech

દાહોદ, 25 જૂન 2024, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલું ચોમાસુ હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ દસ્તક દઈ રહ્યું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં થયેલા વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામની પાનમ નદીમાં પૂર આવતા ટ્રેકટર ચાલક ફસાતા સૌ કોઈના જીવ અધ્ધર થયા હતા. ટ્રેકટરનો ચાલક સહિત અન્ય એક વ્યકિતને ગ્રામજનોએ રેસ્ક્યૂ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાણીનો પ્રવાહ વધી જતા પૂરની સ્થિતિ સર્જાઇ
આ વર્ષે હજુ બારીયા પંથકમાં ચોમાસાંની શરૂઆત થઈ નથી વરસાદ વરસ્યો નથી તે પહેલા જ ટ્રેક્ટર તણાવવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં એકાએક પુર આવતા એક ટ્રેક્ટર જે નદીમાં રેતી ભરવા માટે ગયું હતું તે ભરીને બહાર આવે તે પહેલા જ નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા પૂરની સ્થિતિ સર્જાઇ હતી.ટ્રેક્ટર ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રેક્ટરની ચારે તરફ પૂરના પાણી ફરી વળતા ટ્રેક્ટર નદીમાં રેતી ભરવા માટે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેમાંથી તણાઈને થોડે દૂર સુધી જતું રહ્યું હતું.

ગ્રામજનોએ એક ઇસમને ટ્રેક્ટર માંથી બહાર કાઢી લીધો
ત્યારે ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય એક ઇસમ એમ બંને જણ ટ્રેક્ટરની ટ્રોલીમાં ઉભા થઈ ગયા હતા જે બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતા ગ્રામજનો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં ગ્રામજનોએ એક ઇસમને ટ્રેક્ટર માંથી બહાર કાઢી લીધો હતો જ્યારે નજીકમાં જ રેતીનુ ખોદકામ કરતાં હીટાચી મશીન દ્વારા ટ્રેક્ટરના ચાલક સહિત ટ્રેકટરને પણ બહાર કાઢી લેતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ના થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસા, પાલનપુર, દાંતીવાડામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન

Back to top button