ઘરમાં જગ્યા આપનાર કૃપા કરીને ધ્યાન આપો. જેમ બધાના સારા દિવસો આવે છે એવીજ રીતે આજથી મારા પણ સારા દિવસો આવી ગયા છે. મારો જન્મ તો 1972માં થઇ ગયો હતો. જિંદગીના વિવિધ તબક્કામાંથી પસાર થયો અને હવે આજે મારા સારા દિવસો આવી ગયા છે બોલેતો ‘અપના ટાઇમ આયેગા’ હવે સાચું પડી ગયું છે. મારી આપવીતી નીચે સાંભળો કેમ કે આ બજેટમાં મારી કિંમત અચાનક જ વધી ગઈ છે…
આમ તો મારો જન્મ 1972માં જ થઇ ગયો હતો પરંતુ જયારે હું 4 વર્ષનો થયો ત્યારે મારી જરૂરત ઉભી થઇ. પરંતુ એ દિવસોમાં મને ક્યાંય પણ જગ્યા આપવામાં આવી ન હતી. જ્યાં પાસપોર્ટ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક જેવા અગત્યના દસ્તાવેજ રાખવામાં આવતા હતા. હંમેશા મને પુસ્તકો વચ્ચે જ દબાવી રાખ્યો. મારી ઉંમર વધતી ગઈ મારો રંગ બદલાતો ગયો એમ છતાં કોઈએ મારી સંભાળ ન લીધી. મારો ચહેરો પણ બદલાઈ ગયો છતાં કોઈએ ધ્યાન ન આપ્યું. જાણો છો કેમ???
આ પણ વાંચો:કેન્દ્રીય બજેટ-2023 : બજેટમાં મહિલાઓને વિશેષ ભેટ, જાણો શું મળ્યું ?
કેમકે મારો ઉપયોગ તો વર્ષમાં એક જ વાર 31 માર્ચે જ કરવામાં આવતો હતો. બસ ત્યારે જ બધા મને શોધતા ક્યારેક તો કેટલા નિષ્ઠુર લોકો ત્યારે પણ મને શોધતા નહી. મારો 10 આંકડોવાળો નંબર યાદ રાખી લેતા. બસ પછી તો મારી કોઈ જરૂરિયાત જ ન રહેતી. આધાર પછી હું નિરાધાર થઇ ગયો હતો. પણ હિંમત ન હાર્યો કેમકે મને આશા હતી કે એક દિવસે મારો સારો ટાઇમ આવશે. આજે મારો સારો ટાઈમ આવી ગયો. હવે હું પણ કોઈની ઓળખ બનીશ. જી હા સામાન્ય માણસની ઓળખ… તમે વાંચી રહ્યા હતા પાનકાર્ડ (PAN Card)ની કહાની.
આ પણ વાંચો : બજેટ-2023 : રેલવેના આધુનિકરણ માટે બજેટમાં શું કરવામાં આવી ફાળવણી ?
આજે સવારથી જ હું બેચેન હતો. જ્યાં મને ફેકીવામાં આવ્યો હતો જે જગ્યા નષ્ટ થઇ ગઈ હતી આજે મને લાગતું હતું કે કઈક સારા સમાચાર આવશે અને તે આવી ગયા. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજુ કર્યું. એ દરમિયાન તેઓએ જાહેરાત કરી કે હું એટલે કે પાનકાર્ડ (PAN Card)નો ઉપયોગ બધાય માટે સમાન હશે. હવે ઓળખપત્રના સ્વરૂપે ઉપયોગમાં લઇ શકશો. હવે તમે તૈયાર થઇ જાઓ. સેવા કરો સાહેબ મારી એટલે કે પાનકાર્ડની….
એવું નથી કે પાનકાર્ડનો ઉપયોગ ક્યાય નહોતો થતો. પરંતુ 135 કરોડની વસ્તીમાં માત્ર એક કે બે ટકા જ આનો ઉપયોગ કરતા હતા. નીચે વાંચો પાનકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો…
આ પણ વાંચો: બજેટ-2023 : વડાપ્રધાન મોદીએ શું કહ્યું અમૃત કાળ બજેટ અંગે ? કોના માટે ગણાવ્યું ફાયદાકારક
- પ્રત્યક્ષ ટેક્સ (Direct Tax) ભરતા સમયે પાન નંબર દેખાડવો પડતો હતો. (સૌથી વધુ લોકો પાનકાર્ડનો ઉપયોગ અહી જ કરતા હતા)
- આવકવેરો ભરતી વખતે ટેક્સ ભરનારે પાનકાર્ડ સામેલ કરવું પડતું હતું.
- બિઝનેસની નોંધણી કરતી વખતે પાનકાર્ડની જાણકારી આપવી પડતી હતી.
- ઘણાં બધા નાણાકીય કર્યો માટે PANની જાણકારી જરૂરી છે.
આ કેટલીક લેવડ-દેવડ, જ્યાં મારો ઉપયોગ થાય છે
5 લાખ રૂપિયા કે તેનાથી વધુ સંપત્તિની ખરીદી કે વેચાણ સમયે પાનકાર્ડ
બે પૈડાવાળા સિવાય અન્ય વાહનની ખરીદી કે વેચાણ સમયે પાનકાર્ડ
હોટલ કે રેસ્ટોરન્ટને 25,૦૦૦ રૂપિયાથી વધારે ચુકવણી સમયે પાનકાર્ડ
બેંકમાં 50,૦૦૦ રૂપિયાથી વધારે ચુકવણી સમયે પાનકાર્ડ
ઓછામાં ઓછા 50,૦૦૦ રૂપિયાના બોન્ડ ખરીદતા સમયે પાનકાર્ડ
ઓછામાં ઓછા 50,૦૦૦ રૂપિયાના શેર ખરીદતા સમયે પાનકાર્ડ
50,૦૦૦ રૂપિયા કે તેનાથી વધુની વીમા પોલીસીની ખરીદી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
ઝવેરાતની ખરીદી માટે આપવામાં આવેલ 5 લાખથી વધુ ચુકવણી
ભારતની બહાર ફંડ ટ્રાન્સફર કરવા માટે
NRI ખાતાથી NOR ખાતામાં પૈસા ટ્રાન્સફર સમયે પાનકાર્ડ