ટ્રેન્ડિંગબિઝનેસ

શું તમારું PAN કાર્ડ ઈનએક્ટિવ છે? થોડીક જ સેકન્ડમાં થઈ જશે Active

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :   પરમનન્ટ એકાઉન્ટ નંબર, જેને PAN કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વ્યક્તિની નાણાકીય સ્થિતિ તરીકે ઓળખાય છે. પાન કાર્ડ હોવું જરૂરી છે અને તેનો ઉપયોગ બેંકિંગ, આવકવેરા રિટર્ન સહિત અન્ય નાણાકીય હેતુઓ માટે થાય છે, પરંતુ જો પાન કાર્ડ ઈનએક્ટિવ થઈ જાય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

હા, ઈનએક્ટિવ પાન કાર્ડને કારણે, તમારા માટે બેંકિંગ ટ્રાન્ઝેકશન, આવકવેરા રિટર્ન ફાઇલિંગ અને અન્ય ઘણા નાણાકીય કાર્યો કરવા મુશ્કેલ બની શકે છે. એવા ઘણા કારણો હોઈ શકે છે જેના કારણે તમારું PAN કાર્ડ ઈનએક્ટિવ અથવા બંધ થઈ શકે છે. ચાલો જાણીએ કે ઈનએક્ટિવ પાન કાર્ડ કેવી રીતે શોધી શકાય છે અને પાનને ફરીથી કેવી રીતે Active કરી શકાય છે?

પાન કાર્ડ નિષ્ક્રિય હોવાના કારણો

  • પાન-આધાર કાર્ડ લિંક નથી
  • એક કરતા વધુ પાન કાર્ડ
  • નકલી પાન કાર્ડ હોવું

ઘરે બેસીને ઈનએક્ટિવ પાન કાર્ડને ઓળખો

  • આવકવેરા વિભાગની વેબસાઇટ પર જાઓ.
  • ડાબી બાજુના ક્વિક લિંક્સ વિભાગમાં “PAN સ્ટેટસ ચકાસો” વિકલ્પ હશે.
  • તેના પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે.
  • અહીં PAN નંબર, પૂરું નામ, DOB અને રજિસ્ટર્ડ ફોન નંબર દાખલ કરો.
  • Continue પર ક્લિક કરો, હવે ફોન નંબર પર મળેલ OTP દાખલ કરો.
  • આ પછી “વેલીડેટ” પર ક્લિક કરો અને પછી તમે જોઈ શકશો કે PAN એક્ટિવ છે કે ઈનએક્ટિવ છે.

જ્યારે પાન કાર્ડ એક્ટિવ હશે ત્યારે સ્ક્રીન પર “PAN is Active and details are as per PAN.” શો થશે. જ્યારે ઈનએક્ટિવ હશે ત્યારે તમને સ્ક્રીન પર દેખાતા મેસેજ પર ઈનએક્ટિવ લખેલું દેખાશે.

ઈનએક્ટિવ પાન કાર્ડ કેવી રીતે એક્ટિવ કરવું?
ઈનએક્ટિવ પાન કાર્ડને એક્ટિવ કરવા માટે આવકવેરા વિભાગને અરજી કરો. આકારણી અધિકારી (AO) ને એક પત્ર લખો, આવકવેરા વિભાગની તરફેણમાં ઈન્ડેમિન્ટી બોન્ડ ભરો, છેલ્લા 3 વર્ષથી નિષ્ક્રિય PAN નો ઉપયોગ કરીને ફાઇલ કરેલ ITR પણ સબમિટ કરો, પ્રાદેશિક આવકવેરા વિભાગની ઑફિસમાં દસ્તાવેજો સબમિટ કરો. પાન કાર્ડને ફરીથી સક્રિય થવામાં લગભગ 15 દિવસનો સમય લાગશે.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે? કયા નેતાઓ CM પદની રેસમાં છે? જૂઓ યાદી

Back to top button