પાલિતાણા વિવાદ : આજે મળશે ટાસ્ક ફોર્સની ઉચ્ચસ્તરીય બેઠક, જૈન સમાજના પ્રશ્નોનું લાવશે નિરાકરણ


શેત્રુંજય જૈન તીર્થ ક્ષેત્ર મુદ્દે ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની આજે ટાસ્ક ફોર્સની બેઠક બોલાવામા આવી છે. જૈન સમાજના પ્રશ્નોને લઇને સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. જૈન સમાજના પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. આજે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને યોગ્ય નિરાકરણ લાવવા માટે પગલા લેવામા આવશે.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સની આજે મળશે બેઠક
શેત્રુંજય જૈન તીર્થ મુદ્દે આજે ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની બેઠક યોજાશે. જેમાં જૈન સમાજના પ્રશ્રોનુ નિરાકરણ લાવવા માટે શેત્રુંજય જૈન તીર્થ સ્થળના પ્રશ્નો અને ફરિયાદનો ઉકેલ શોધશે. પાલીતાણા અને ગિરિરાજ પર્વત ઉપર લાંબા સમયથી ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદે ખનન અને અન્ય પ્રવૃત્તિઓને રોકવા વારંવારની રજૂઆતોને તંત્ર દ્વારા ધ્યાને લેવાતી નહોતી જેથી જૈન સમાજમાં રોષ ફેલાયો હતો અને આ બાબતે જૈન સમાજના લોકો ઉગ્ર આંદોલન પર ઉતરી આવ્યા હતા. ત્યારે સરકારે જૈન ધર્મના આસ્થાના પ્રતિક સમાન પાલિતાણા વિવાદને જલ્દીથી ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.
સરકારે 8 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી હતી
ઉલ્લેખનીય છે કે પાલિતાણામાં શેત્રુંજય જૈન તીર્થમાં તોડફોટ અને અન્ય મુદ્દાઓને લઇને જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો અને જૈન સમાજ ઉગ્ર બનતા સરકાર આ વિવાદનો અંત લાવવા માટે આઠ સભ્યોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ આઠ સભ્યોમાં રેન્જ આઇજી, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સએ શેત્રુંજય જૈન તીર્થના વિવિધ મુદ્દાની તપાસ કરી અને રાજ્ય સરકારને સમગ્ર મામલાનો રિપોર્ટ આપશે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો : જિલ્લામાં 14 પોલીસકર્મી સસ્પેન્ડ, અમદાવાદ ગ્રામ્ય એસપીની મોટી કાર્યવાહી