ટ્રેન્ડિંગવર્લ્ડ

પેલેસ્ટિનિયન સમર્થકોએ તૂર્કીયેમાં અમેરિકન એરબેઝ પર હુમલાનો કર્યો પ્રયાસ

Text To Speech

અદાના: તૂર્કીયેના શહેર અંકારામાં પેલેસ્ટિનિયન સમર્થકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝા પર વાટાઘાટો માટે અંકારા પહોંચ્યા તેના થોડા કલાકો પહેલાં જ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. એટલું જ નહીં, પેલેસ્ટાઇન તરફી રેલીમાં સેંકડો લોકોએ અમેરિકન એરબેઝને પણ ઘેરી લીધું હતું. બેકાબૂ બનેલા ટોળાને રોકવા માટે પોલીસે ટીયર ગેસ અને પાણીનો તોપમારો કરીને દેખાવકારોને વિખેર્યા હતા.

ગાઝામાં માનવતાવાદી કટોકટી વણસી જતાં તૂર્કીયે ઈઝરાયેલની આકરી ટીકા કરી રહ્યું છે અને બીજી તરફ તે પેલેસ્ટાઇનના જૂથ હમાસના સભ્યોની મેજબાની કરતાં ટૂ સ્ટેટ સોલ્યુશનનું સમર્થન કરી રહ્યું છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી તૂર્કીયેમાં મોટાપાયે દેખાવો થઈ રહ્યા છે. તૂર્કીયે એ પણ ઈઝરાયલ સાથેના રાજદ્વારી સંબંધોનો અંત લાવી દીધો છે.

આ સપ્તાહની શરૂઆતમાં એક ઇસ્લામિક તૂર્કીયે સહાયતા એજન્સી IHH હ્યુમિનિટ્રિયન રિલીફ ફાઉન્ડેશને ગાઝા પર ઇઝરાયેલી હુમલા અને ઇઝરાયેલના અમેરિકી સમર્થનના વિરોધમાં દક્ષિણ તૂર્કીયેના અદાના પ્રાંતમાં ઈંસર્લિક એરબેઝ પર ભીડ એકઠી કરી હતી. આ એરબેઝનો ઉપયોગ સીરિયા અને ઈરાકમાં ઇસ્લામિક સ્ટેટ સાથે લડનારા આંતરરાષ્ટ્રીય ગઠબંધનને મદદ આપવા માટે થાય છે. તેમાં અમેરિકી સૈનિકો પણ સામેલ હતા. દેખાવકારોએ આ એરબેઝને બંધ કરવાની માગ કરી હતી.

નોંધનીય છે કે,  ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. આ સંઘર્ષ હજુ પણ ચાલુ છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત હુમલા કરી રહ્યું છે. બીજી તરફ, પેલેસ્ટાઈનના સમર્થનમાં અને ઇઝરાયેલના આ હુમલાઓ વિરુદ્ધ ઘણા દેશોમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

આ પણ વાંચો: લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવ કરવા બદલ 29ની ધરપકડ

Back to top button