પાલનપુર : ડીસાની બ્રાંચ અને કન્યા શાળા વચ્ચેનો 6 ફુટનો રસ્તો 12 ફુટ પોહળો કરવા જિલ્લા પંચાયતની મંજૂરી
- શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન દ્વારા રજુઆત કરાઈ હતી
- ડીસા નગરપાલિકાએ સામાન્ય સભામાં પણ આપી મંજૂરી
પાલનપુર : ડીસા શહેર વચ્ચે આવેલી બ્રાન્ચ કુમાર શાળા અને જમનાબાઈ કન્યાશાળા બંને શાળાઓની વચ્ચે માત્ર છ ફૂટનો રસ્તો છે. અત્યારે જમનાબાઈ કન્યા શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે આ રસ્તો 12 ફૂટનો પોહળો કરવા માટે શ્રી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા પંચાયતમાં રજૂઆત કરાઈ હતી. જેને જિલ્લા પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેને લઇ આ વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.
શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશનના પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી અને કારોબારી તેમજ વેપારી ભાઈઓ દ્વારા ડીસા શહેરના મધ્યમાં ગાંધીચોક રીસાલા બજારને જોડતો બ્રાંચ કુમાર શાળા અને જમનાબાઈ કન્યા શાળા વચ્ચેનો રસ્તો જે 6 ફુટ સાંકડો હતો. તેને ૧૨ ફુટ પોહળો કરવા બાબતે જીલ્લા પંચાયતમાં રજુઆત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં સોની બજાર, સદર બજાર, રામ ચોક, વાડીરોડ, મારવાડી મોચીવાસ, ચાવડીવાસ, જુની જેલ વિસ્તાર, ગુજરાતી મોચી વાસ વિસ્તારમાં આવવા જવા માટે મહત્વનો છે.
જ્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવાની રજુઆતથી જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રવિરાજ ગઢવી તથા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ અને જીલ્લા પંચાયતના ડેલીગેટો દ્વારા 12 ફટ પોહળો રસ્તાને મંજુર કરીને બનાવવા માટે નગરપાલીકા ડીસાને ઠરાવની નકલ મોકલી આપવામાં આવી છે. જેના ભાગ રુપે ડીસા નગરપાલીકા ની તા. 19/1/2023 ની જનરલ સભા માં બ્રાંચ અને કન્યા શાળા વચ્ચે નો રસ્તો ૧૨ ફૂટ પોહળો કરવા માટેની શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશનની દરખાસ્ત ને મંજુર કરવામાં આવેલ છે.
જે બદલ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વાલકીબેન, કારોબારી ચેરમેન રવિરાજ ગઢવી, શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ, પુર્વ પ્રમુખ પીનાબેન ધાડીયા તેમજ જીલ્લા પંચાયતના ડેલીગેટનો તેમજ ડીસા નગરપાલીકા ના પ્રમુખ રાજેશભાઈ ઠક્કર અને ડીસા નગરપાલીકાના વોર્ડ નં 8 ના સદસ્યઓ તેમજ ડીસા નગરપાલીકાના દરેક સદસ્ય ઓ નો શહેરના વિકાસ માટે કરેલા નિર્ણય બદલ શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોનાથી બેના શંકાસ્પદ મોત