પાલનપુર : બ્રહ્માકુમારીઝ સંસ્થાના 10 હજાર સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાશે
પાલનપુર: આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આધ્ય સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા ના 54 માં સ્મૃતિ દિવસની 18 જાન્યુઆરી બુધવારે મનાવાશે. જેમાં 140 દેશોના 10 હજાર સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
અધ્યાત્મ ક્રાંતિના અગ્રદૂત પ્રજાપિતા બ્રહ્માનો 54 મો સ્મૃતિ દિવસ
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર 1937 મા પરમાત્મા શિવે બ્રહ્મા બાબાના તનનો આધાર લઈ વિશ્વ મહા પરિવર્તન ભારત પર દૈવી સંસ્કૃતિની સ્થાપના ના વિશાળ કાર્યનો પ્રારંભ કરેલ. તે સમયમાં પિતાશ્રી બ્રહ્માએ નાની ઉંમરની કન્યાઓ પર ઈશ્વરીય જ્ઞાનનો કળશ મૂકી જીવનને પવિત્ર દિવ્ય ગુણ સંપન્ન બનાવવા 14 વર્ષ ગહન રાજ યોગા તપસ્યા કરી અને બાળ બ્રહ્મચારી ભાઈ- બહેનોના નાનકડા ગ્રુપને બ્રહ્મા કુમાર -કુમારી નામ આપી દેશ-વિદેશની માનવસેવામાં સમર્પિત કર્યા. અને અધ્યાત્મ ક્રાંતિના અગ્રદુત નારી શક્તિ ના અધ્યાત્મ સશક્તિકરણના પ્રણેતા બ્રહ્મા બાબાએ વિશ્વની વિરાટ સેવાર્થે 18 જાન્યુઆરી 1969 માં પોતાનો દેહત્યાગ કરી અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરેલ. જેમનો બુધવારે 54 મો અવ્યક્ત સ્મૃતિ દિવસ છે.
વિશ્વ મહા પરિવર્તનના કાર્યને પૂર્ણ કરવા લેવાશે દ્રઢ સંકલ્પ
જેને લઇને દેશ- વિદેશના 10 હજાર બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર પર સવારે 4 થી 8 રાજ યોગાભ્યાસ ઈશ્વરીય જ્ઞાન ક્લાસ તથા બાબાને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાશે. અને પોતાને દિવ્યતા સંપન્ન બનાવવા દ્રઢ સંકલ્પ લેવડાવશે, તથા બાબાના કાર્યને સંપન્ન બનાવવા વૈશ્વિક કાર્યમાં બ્રહ્મકુમાર ભાઈ-બહેનો જોડાઈ પરમાત્મ અવતરણનો શિવ સંદેશ અપાશે.
પિતાશ્રીજી ની સ્મૃતિમાં બનાવેલ માઉન્ટ આબુ સ્થિત “શાંતિ સ્તંભ”ખાતે હજારો ભાઈ-બહેનો દાદીજી, વરિષ્ઠ બ્રહ્માકુમાર ભાઈ -બહેનો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અને ભારતીય દિવ્ય સંસ્કૃતિની સ્થાપના માટે પોતાને પૂર્ણ સમર્પિત કરશે.
આબુરોડ શાંતિવન ખાતે આવેલ ડાયમંડ હોલમાં દેશ- વિદેશના 25 હજાર ભાઈ- બહેનો વિશ્વ શાંતિના સંકલ્પ સાથે સપ્તાહભરના કાર્યક્રમ બાદ ગહન રાજયોગાની તપસ્યા દ્વારા બાબાના કાર્યને પૂર્ણ કરવા પોતાને પૂર્ણ સમર્પિત કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આ પણ વાંચો :છૂટા કરાયેલા VCE કર્મચારીઓ માટે ખુશખબર, વિકાસ કમિશ્નરે DDO આપ્યો મહત્વનો આદેશ