ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ભારતીય કિસાન સંઘના કાર્યકરોની પોલીસ દ્વારા કરાઈ અટકાયત

Text To Speech

પાલનપુર : ગાંધીનગરમાં છેલ્લા 27 દિવસથી ભારતીય કિસાન સંઘના કાર્યકરો વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા છે.. ત્યારે મંગળવારે ગાંધીનગરમાં ખેડૂત કાર્યક્રમના રજૂઆત માટે જતા ભારતીય કિસાન સંઘના કેટલાક કાર્યકરોને રોકી તેમની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત પંચાયત કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો.

પાલનપુર -humdekhengenews
પોલીસ દ્વારા કરાઈ અટકાયત

જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડા અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવી રહ્યો હતો.  આ દરમિયાન ભારતીય કિસાન સંઘ દ્વારા 27 દિવસથી સમાન વીજદર, જમીન રિસર્વે, પાક વીમો, સ્કાય યોજના, પાકના પોષણક્ષમ ભાવનો અભાવ, ડીઝલ, પેટ્રોલ, જંતુનાશક, દવા અને ખાતરના સતત વધતા ભાવથી હવે ટ્રેક્ટરની મોંઘી પડતી ખેતી સહિતના 26 થી વધુ મુદ્દાઓને લઈને ધરણા ચાલી રહ્યાં છે.

ત્યારે કિસાન સંઘનું એક પ્રતિનિધિ મંડળ તેમના પ્રશ્નોને લઈને આ કાર્યક્રમમાં રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા. જ્યાં ભાજપના કાર્યકરો સાથે સંઘર્ષ થાય તેવું વર્તન કરાયું હતું.જ્યારે પોલીસ દ્વારા કિસાન સંઘના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન કિસાન સંઘના અગ્રણી હીરાભાઈ માળીની તબિયત એકાએક લથડી હતી. જેથી તેમને તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જોકે ભારતીય કિસાન સંઘ દ્વારા એવી ચીમકી પણ આપવામાં આવી છે કે, ખેડૂતોના પ્રશ્ર્નોનો તાત્કાલિક કોઈ ઉકેલ નહીં આવે તો આ આંદોલન દિવસે દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને ગ્રામ્ય કક્ષાએ પણ પહોંચશે.

Back to top button