ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બનાસકાંઠામાં ઠંડીની શરૂઆત થતા જ બટાટાના વાવેતરનો પ્રારંભ

Text To Speech
  • ગત વર્ષે 58000 હેક્ટર વિસ્તારો બટાટાનું વાવેતર થયું હતું
  • વાવેતર ચાલુ સાલે વહેલું થતાં વાવેતર અને વિસ્તાર વધવાની સંભાવના

પાલનપુર : ડીસા એટલે બટાટાનું હબ. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર બનાસકાંઠા અને તે પણ ડીસા પંથકમાં થાય છે. આમ તો નવેમ્બર માસમાં તારીખ 1 થી 15 સુધીમાં બટાટાનું વાવેતર પૂર્ણ થઈ જાય છે. પરંતુ રવિ સિઝનમાં અત્યારે ઠંડીની શપાલનપુરરૂઆત થઈ જતા ઘણા ખેડૂતોએ બટાટાના વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે.

બટાટાનો પાક 90 દિવસમાં તૈયાર થઈ જાય છે. જે ફેબ્રુઆરી માસમાં જમીનમાંથી બહાર કાઢી તેના ઢગલા કરી કંતાનની ગુણીઓમાં પેક કરીને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ માટે મોકલવામાં આવે છે. હાલમાં બટાટા બિયારણનો ભાવ પણ પ્રમાણમાં વધુ હોવાનો ખેડૂતોનો મત છે. બટાટાની પુખરાજ જાતના બટાટા બિયારણનો ભાવ કટ્ટાનો રૂ. 800 થી 1000 અને ખ્યાતિ બટાટાની વેરાઈટીના બિયારણ નો ભાવ રૂપિયા 900 થી 1100 વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. બટાટાના પાક માટે હવામાન ઠંડુ હોવું જરૂરી છે. જેટલી વધુ ઠંડી પડે એટલો બટાટાનો પાક સારો થાય તેવું જાણકારોનું માનવું છે.

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં બટાટાના સંગ્રહ માટે 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં સાડા ત્રણ કરોડ કટ્ટા બટાટાનો સંગ્રહ થઈ શકે છે. છેલ્લા બે વર્ષના બટાટાના વાવેતરના આંકડા જોઈએ તો વર્ષ 2020-21 માં 59,900 હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે વર્ષ 2021-22 માં 59,900 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમાં 32,088 હેક્ટર જેટલું વાવેતર માત્ર ડીસા તાલુકામાં થયું હતું. એટલે કે જિલ્લાનું 50 ટકા વાવેતર ડીસા તાલુકામાં થયું હતું. આ વર્ષે બટાટાનો વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે.

મલ્ટીનેશનલ કંપનીઓનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં હવામાન ઠંડું રહે છે. જે બટાટાના પાક માટે સાનુકૂળ હોય છે. અહીંયા પાકતા બટાટાની ગુણવત્તા અન્ય બટાટા કરતા ઉચ્ચ કક્ષાની હોય છે. જેથી બજારમાં તેના ભાવ ખેડૂતોને પણ સારા મળી રહે છે. ઉચ્ચ ક્વોલીટી ના બટાટાને લઈને મકેઇન્સ, પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ સ્થાનિક કંપનીઓ પણ બટાટાની વેફર અને ચેવડાની જરૂરિયાત માટે જોઈતા બટાટાના ઉત્પાદન માટે ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાટાનું વાવેતર કરાવે છે. જેમાં ખેડૂતોને ભાવ પણ સારા મળે છે.

બનાસકાંઠામાં આધુનિક મશીન વડે ખેતી

બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં બટાટા પકવતા ખેડૂતો હવે આધુનિક ટેકનોલોજી નો સહારો લેતા થયા છે. અહીંની જમીન રેતાળ હોવાથી બટાટાના વાવેતર માટે અનુકૂળ છે. ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી બટાટાનો અનેક ઘણું ઉત્પાદન મેળવે છે. ખાવાના બટાટામાં મોટાભાગે પૂખરાજ,કૂફરી, બાદશાહ, ખ્યાતિ, લોકર જેવા બટાટાની જાતોનું વાવેતર કરાય છે.

Back to top button