પાલનપુર : ડીસાના મારવાડી મોચીવાસમાં દિવાલ ધરાશાયી, જાનહાની ટળી
પાલનપુર : ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ભારે પવનના કારણે મકાનની દિવાલ ધરાશાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં દીવાલ નીચે દટાઈ જતા મોટી જાનહાની ટળી હતી, પરંતુ દિવાલ ધરાશાઈ થતા ગરીબ દેવીપૂજક પરિવારને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. છેલ્લા બે દિવસથી ડીસા સહિત આજુબાજુના પંથકના વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળી રહ્યો છે. જેમાં મંગળવારે રાત્રે પણ ડીસા પંથકમાં ભારે પવન ફૂંકાતા મારવાડી મોચી વાસ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશઇ થઈ હતી. મારવાડી મોચી વાસ વિસ્તારમાં રહેતા પરથીભાઈ દેવીપુજક પોતાના મકાનમાં રાત્રિના સમયે સૂતા હતા તે દરમિયાન રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે અચાનક તેમના મકાનની દિવાલ ધરાશાઈ થઈ હતી.ઘટનાને પગલે પરથીભાઈ નો પરિવાર તાત્કાલિક બહાર દોડી આવી જોતા મકાનની દિવાલ ધરાશાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ડીસા શહેરમાં પણ મારવાડી મોચીવાસ વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા દેવીપુજક પરિવારના મકાનના કોટની દિવાલ ધરાશઈ થતા અંદાજિત 50 થી 60 હજાર રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના રસાણાની પરિણીતા પાસે દહેજની માંગણી કરી ઘરેથી કાઢી મૂકી