ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આદર્શ મતદાન મથકથી મતદારો થયા પ્રભાવિત

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત આજે તા. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ-9 વિધાનસભા બેઠકો પર મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ રહેલ છે. આ ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યુ છે.

મતદાન -humdekhengenews

આદર્શ મતદાન મથક પર મતદાતાઓ માટે વિશેષ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આદર્શ મતદાન મથકમાં મતદારોને આવકારવા માટે લગ્ન જેવો મંડપ બાંધવામાં આવ્યો છે. મતદારોને લાંબો સમય લાઇનમાં ઉભા ન રહેવું પડે તે માટે ખુરશીની બેઠક વ્યવસ્થા, મતદાન સહાયતા કેન્દ્ર, મેડીકલ સુવિધા રાખવામાં આવી છે.

મતદાન -humdekhengenews

મતદારોએ મૂલ્યાંકન ફોર્મમાં સુવિધાઓને ‘ઉત્તમ’ કેટેગરીમાં પસંદ કરીને વધાવી

આ આદર્શ મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અંગે મતદારો પાસે મતદાર મૂલ્યાંકન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં મતદારોએ આદર્શ મતદાન મથકની અંદર અને બહાર મૂકવામાં આવેલ નિદર્શન બોર્ડ તથા સૂચનોની વિગતો, બુથ લેવલ અધિકારીની વ્યવસ્થા, કર્મચારીઓનું વલણ, મતદાન મથક પર અશક્ત, વિકલાંગ, દ્રષ્ટિહીન, બિમાર, ગર્ભવતી સ્ત્રી તથા સિનિયર સીટીઝન માટેની વ્યવસ્થા, લાઇન મેનેજમેન્ટ, પીવાના પાણી, શૌચાલય અને સફાઈની વ્યવસ્થા, વ્હીલચેર તથા રેમ્પની સુવિધા જેવી વિવિધ વિગતો માટે મૂલ્યાંકન કરવાનું હતું. જેમાં મોટા ભાગના મતદારોએ સુવિધાઓ ‘ઉત્તમ’ કક્ષાની છે એવો અભિપ્રાય આપ્યો હતો.

મતદાન -humdekhengenews

જાણે કોઈ પર્વ હોય એવી ખૂબ જ સુંદર વ્યવસ્થા જોવા મળી : અલકાબેન ત્રિવેદી

આદર્શ મતદાન મથકમાં મતદાન કરીને મતદારોએ ખૂબ જ સુંદર પ્રતિભાવો તેમના મૂલ્યાંકન ફોર્મમાં આપ્યા હતા. પાલનપુર ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલમાં બનાવાયેલ આદર્શ મતદાન મથકમાં અલકાબેન ત્રિવેદી અને જયપ્રકાશ સોનીએ મતદાન કરીને મૂલ્યાંકન ફોર્મમાં જણાવ્યું હતું કે અહિયાં લગ્ન જેવો માહોલ લાગે છે તથા અધિકારીઓની કામગીરી બહુ જ સરસ અને પ્રસંશનીય છે. આમ, વહીવટીતંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ આદર્શ મતદાન મથક પરની સુવિધાઓને લોકોએ વખાણી હતી.

મતદાન -humdekhengenews

આ પણ વાંચો : ગુજરાત ચૂંટણી 2022: ATSએ જામનગર દક્ષિણમાંથી AAPના ઉમેદવારની ધરપકડ કરી, જાણો કોણ છે વિશાલ ત્યાગી?

Back to top button