પાલનપુર : ડીસામાં નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું કરાયું આયોજન


પાલનપુર : ડીસા કોલેજ ખાતે આજે (મંગળવારે) 36 મી નેશનલ ગેમ્સ આવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ કોલેજના 200 થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોઓએ ભાગ લીધો હતો.છ વર્ષ બાદ ફરી એકવાર જરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. જેમાં 36 રાજ્યના સાત હજારથી પણ વધુ ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લેશે.
ખાસ કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અલગ તારવી શકાય અને રાષ્ટ્રીય કક્ષાએ મોકલી શકાય તેમજ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને અને લોકોમાં હેલ્થ પ્રત્યેની અવેરનેશ આવે તે માટે અલગ-અલગ કોલેજો અને શાળાઓમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલ રમતોત્સવમાં પણ અલગ -અલગ કોલેજ ના 200 થી પણ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.જેમાં રસ્સા ખેંચ, કબડ્ડી , દોડ ,ખોખો અને ચેસ જેવી રમતોનું આયોજન કરાયું હતું. આ રમતોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જશે.