પાલનપુર : નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં હોબાળો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ગુરુવારે ભાજપ દ્વારા આઝાદ ચોકમાં નમો કિસાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌશાળાઓ અને પાંજરાપોળને સરકારે જાહેર કરેલા રૂપિયા 500 કરોડ ના ચૂકવતા ગૌપ્રેમીઓની નારાજગીના પડઘા આ કાર્યક્રમમાં પડ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવેલા ગૌ પ્રેમીઓએ અને ખેડૂતોએ આ કાર્યક્રમમાં ભારે હોબાળો મચાવતા કાર્યક્રમનું આયોજન થઈ ન થઇ શક્યું.
દિયોદર : નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં હોબાળો
ગૌ પ્રેમીઓનો હલ્લાબોલ,પોલીસે ઘટના સ્થળે દોડી મામલો થાળે પાડ્યો#Deesa #Palanpur #banaskantha #uproar #Farmers #protest #NamoKisanpanchayat #gujaratpolice #gujaratgovernment #BJPGujarat #Gujarat #gujaratinews #Humdekhengenews pic.twitter.com/3lzIbwldNe— Hum Dekhenge News (@humdekhengenews) September 22, 2022
આ દરમિયાન વાતાવરણમાં ભારે ગરમાવો પ્રસરી ગયો હતો. ગૌ પ્રેમી ખેડૂતો અને ગૌભક્તોએ કાર્યક્રમના સ્થળે પહોંચી “બંધ કરો… બંધ કરો… સહાય આપો… સહાય આપો…..” ના સૂત્રો પોકાર્યા હતા. હાથમાં બેનર સાથે પહોંચેલા ગૌભક્તોએ સતત વિરોધ દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું.જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. છેવટે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. જોકે હોબાળાના પગલે દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મામલો થાળે પાડ્યો હતો.