ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: બનાસકાંઠામાં મહા માસમાં કમોસમી માવઠું, વીજળીના કડાકભડાકા, નવ પશુઓના મોત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં મહા માસમાં કમોસમી માવઠું થયું છે. જેમાં જિલ્લાના કાંકરેજ, થરા, ભીલડી, ડીસા, પાલનપુર, છાપી સહિત મોટા ભાગના વિસ્તારોમાં કડાકાભડાકા સાથે બીજી અને મેઘ ગર્જના ઝરમર વરસાદ શરૂ થયો હતો. જ્યારે પવનની સાથે આકાશમાં વીજળીનાં ચમકારા સાથે વરસાદ ચાલુ રહેતા 8 મીમી વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદી માવઠાને લઇ ખેડૂતો પણ મુકાયા ચિંતામાં મુકાયા છે. જેમાં શિયાળું પાકોમાં ઘઉં, વરિયાળી, રાજગરો, જીરું અને રાયડો સહિતનાં પાકો માં નુકશાનની શકયતાઓ જોવામાં આવી રહી છે. પાલનપુર પંથકમાં પણ શનીવારે રાત્રે કમોસમી વરસાદી ઝાપટાં પડયા હતા.

પરીણામે પાલનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલું અનાજ પલળ્યું હોવાના અહેવાલ મળ્યા છે. જિલ્લાના ખેતીવાડી વિભાગની સૂચના છતાં પાલનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં અનાજ રખાયું હતું. આવી બેદરકારીને કારણે ખેડૂતો અથવા વેપારીઓનો માલ પલડતા નુકસાનની સંભાવના વ્યક્ત થઈ રહી છે. આમ માર્કેટ યાર્ડના વેપારીઓની બેદરકારી સામે આવી હતી.

વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ

જ્યારે પાલનપુર તાલુકાના પારપડા ગામે વીજળી પડતા 9 પશુઓના મોત થયાના સમાચાર છે. કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા પશુપાલકના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. એક જ પશુપાલકના 9 પશુઓના મોત નીપજતા પશુ પાલકની સ્થિતિ કફોડી બની છે. ઝું પણ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયેલું છે, ત્યારે હજુ પણ કમોસમી વરસાદની સંભાવના અને લઈને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

આ પણ વાંચો :પેપર લીક કાંડ: 9 લાખ ઉમેદવારોના ભાવી સાથે ચેડાં કરનાર દંપતીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Back to top button