ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદથી બાગાયતી પાકોમાં રૂ. 5 કરોડનું નુકસાન

Text To Speech

પાલનપુર: ડીસા સહિત બનાસકાંઠામાં ગઈકાલે પડેલા કરા સાથે કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં ડીસા તાલુકાના વાસડા, રાણપુર સહિતના ગામોમાં શક્કરટેટી, તડબૂચ અને મરચાંના પાકમાં અંદાજિત 4 થી 5 કરોડ રૂપિયાનું નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

500 એકરમાં શક્કર ટેટી, તડબૂચ અને મરચાનું વાવેતર થયું છે

બાગાયતી પાકો-humdekhengenews

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાગાયતી પાકનું વાવેતર વધ્યું છે. જેમાં આ વર્ષે ડીસાપંથકમાં ખેડૂતોએ સક્કરટેટી, તરબૂચ અને મરચાનું મોટાપાયે વાવેતર કર્યું હતું. પરંતુ ગુરુવારે ખાબકેલા કમોસમી કરા સાથેના વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ડીસા તાલુકાના વાસડા, રાણપુર સહિત આજુબાજુના ગામોમાં અંદાજિત 500 થી પણ વધુ એકર જમીનમાં શકરટેટી, તડબૂચ અને મરચાના પાકનું વાવેતર થયું હતું.

બાગાયતી પાકોમાં નુકસાન થતા ખેડૂતોની હાલત બની કફોડી

બાગાયતી પાકો-humdekhengenews

પરંતુ કરા ના વરસાદથી આ પાકોમાં 80 ટકા થી વધુ નુકસાન થયું છે. શકરટેટી અને મરચાનું વાવેતર ડીસા તાલુકામાં વધુ પ્રમાણમાં થાય છે. શકરટેટી એ ત્રણ માસનો બાગાયતી પાક છે અને ખેડૂતોને હેક્ટર દીઠ સવા લાખ રૂપિયાનો વાવેતરમાં ખર્ચ થતો હોય છે. શકરટેટી અને મરચાના પાક પર ખેડૂતોને સારો ભાવ મળવાની આશા હોય છે. આ પાક થકી સામાજિક જવાબદારી અને બાળકોના ભણતરનો પણ ભાર હોય છે.

બાગાયતી પાકો-humdekhengenews

પરંતુ કરા સાથે પડેલા કમોસમી વરસાદે ડીસા તાલુકાના વાસડા અને આસપાસના ગામોમાં 400 હેક્ટર પાકમાં 80 ટકા જેટલું નુકસાન કર્યું છે ત્યારે હવે પાકમાં નુકસાન થતા ખેડૂતોએ રાતાપાણી હોવાનો વારો આવ્યો છે.ખેડૂતો ને શક્કરટેટી જેવા બાગાયતી પાક ના વાવેતરમાં હેક્ટર દીઠ સવા લાખનો ખર્ચ થાય છે. પાક તૈયાર થયા બાદ એક ખેડૂતને ચારથી પાંચ લાખ રૂપિયા મળતા હોય છે. પરંતુ કમોસમી વરસાદી આ ખેડૂતીની આશા પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતોની માગણી છે કે, સરકાર આ વિસ્તારમાં સર્વે કરી અને સહાય આપે નહીં તો વારંવારના કમોસમી વરસાદ અને માવઠાએ ખેડૂતો ની કમર ભાંગી નાખી છે.

આ પણ વાંચો :બ્લેકમાં વિદેશ જતાં પહેલા ચેતી જજો ! કેનેડા -USની સરહદે છ અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા

Back to top button