ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાની આગાહી, તંત્ર એલર્ટ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી માવઠાની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને માર્કેટ યાર્ડના સત્તાધીશો એ પણ ખેડૂતોને વેપારીઓને તેમ નામ જાણનારને કોઈ નુકસાન ન થાય તેમ રીતે અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપી છે.

અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના

ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં આગામી 5 અને 6 તારીખે કમોસમી માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા ડિઝાસ્ટર વિભાગે પણ તમામ અધિકારીઓને વરસાદ ની આગાહીને પગલે એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે, જેને પગલે ડીસા માર્કેટયાર્ડ દ્વારા પણ તમામ વેપારીઓ અને ખેડૂતોને આ બે દિવસ દરમ્યાન સાવચેત રહેવા માટે તેમજ તેમના માલ સામાન પણ ખુલ્લામાં ન રાખી સલામત સ્થળે રાખવા માટે ની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વારંવાર કમોસમી માવઠાના કારણે અનેક ખેડૂતોના જાનમાલને નુકસાન થયું હતું ત્યારે આગામી સમયમાં ફરી એકવાર ખેડૂતોને કે વેપારીઓને તેમની જણસમાં કમોસમી વરસાદના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા અગમચેતી રૂપે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના ઝેરડામાં આધેડની કરપીણ હત્યા બાદ પોલીસ તપાસનો ધમધમાટ

Back to top button